Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રેલવેને લોકભોગ્ય બનાવવાના કેન્દ્રના પ્રયાસો સાથે કદમ મિલાવી
જામનગર તા. ૧૨: જામનગર જિલ્લામાં રેલવેના આધુનિકરણની દિશામાં વધુ એક કદમ ઉઠાવીને રિલાયન્સના સાઈડીંગનું ઈલેક્ટ્રીફિકેશન કરાયું છે.
દેશભરમાં રેલવે સેવાને વધુ લોકભોગ્ય અને સુવિધાસભર બનાવવાના કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવના પ્રયાસોના ભાગરૂપે રેલવે લાઈનોનું ઈલેક્ટ્રીફિકેશન કરવામાં આવી રહ્યું છે. આ કામગીરીના ભાગરૂપે જામનગર જિલ્લામાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા તેમના રેલવે સાઈડીંગનું પણ વિદ્યુતિકરણ કરીને રેલવેના આધુનિકરણ સાથે કદમ મિલાવ્યા છે, એમ ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી અશ્વિનીકુમારે જણાવ્યું હતું.
રિલાયન્સ રેલવે સાઈડીંગ ખાતે યોજાયેલા એક ઔપચારિક સમારોહમાં ડી.આર.એમ. અશ્વિનિકુમારે રિલાયન્સના સાઈડીંગના ઈલેક્ટ્રિફિકેશનનું ઉદ્ઘાટન કરતા જામનગર જિલ્લામાં થઈ રહેલી રેલવેની વિકાસલક્ષી પ્રવૃત્તિઓની જાણકારી આપી હતી.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ધનરાજભાઈ નથવાણીના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના "વિકાસ ભારત-ર૦૪૭" ના સ્વપ્નને સાકાર કરવામાં અમારૃં મેનેજમેન્ટ હંમેશાં સાથે રહેશે. રેલવે દ્વારા મળી રહેલ સહયોગ બદલ રેલવેનો આભાર માનતા રેલવે દ્વારા હાથ ધરવામાં આવેલ વિવિધ માળખાકીય પ્રોજેક્ટની સરાહના કરી હતી. રાજકોટથી કાનાલુસ સુધીના ટ્રેક ડબલિંગ પ્રોજેક્ટથી આ વિસ્તારને ઘણો લાભ થશે તેમ પણ જણાવ્યું હતું. આ પ્રસંગે વેસ્ટર્ન રેલવે રાજકોટ ડિવિઝનના વરિષ્ઠ અધિકારીઓ તથા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial