Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચાવી વડે દરવાજો ખોલી રકમ ઉઠાવી લેવાયાની આશંકાઃ
જામનગર તા. ૧૨: ધ્રોલમાં દૂધની ડેરી ચલાવતા એક આસામીએ ગયા શુક્રવારે બપોરે પોતાની બોલેરોમાં રૂ. ર લાખ રોકડા રાખી મૂક્યા હતા. તે રકમ ચારેક કલાકમાં બોલેરોમાંથી ચોરાઈ જતાં એક શખ્સ સામે શંકા વ્યક્ત કરી આ આસામીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગર તાલુકાના મોટી બાણુંગાર ગામના વતની અને હાલમાં ધ્રોલમાં જયોતિ પાર્કમાં રહેતા અને ડેરીના વ્યવસાય સાથે સંકળાયેલા નંદલાલ મગનભાઈ ભેંસદડીયા નામના આસામી શુક્રવારે બપોરે બારેક વાગ્યે પોતાની જીજે-૧૦ ટીએક્સ ૮૦૩૮ નંબરની બોલેરો લઈને ધ્રોલમાં પોતાની બજરંગ ડેરી પાસે આવ્યા હતા.
તે પછી સાડા ચારેક વાગ્યે જ્યારે નંદલાલ બોલેરો પાસે ગયા ત્યારે તેમાંથી તેઓને રૂ. ર લાખની રોકડ ચોરાઈ ગયાની જાણ થઈ હતી. આ આસામીએ રૂ. ર લાખ રોકડા બોલેરોમાં રાખી મૂક્યા હતા. તેની શોધખોળ કરાયા પછી ધ્રોલના વાંકિયા ગામના જીજ્ઞેશ રામજીભાઈ ભીમાણી નામના શખ્સે ચાવી વડે બોલેરોના દરવાજા ખોલી તેમાંથી રૂપિયા ઉઠાવી લીધાની શંકા પડતા ધ્રોલ પોલીસ સ્ટેશનમાં નંદલાલ ભેંસદડીયાએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે બીએનએસની કલમ ૩૦૬ હેઠળ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial