Advertisement
Author: નોબત સમાચાર

બાલાહનુમાન મંદિર પાસે બાળક પાસે ભિક્ષા મંગાવતા મહિલા સામે નોંધાયો ગુન્હો

બાળકને મુક્ત કરાવી ચિલ્ડ્રન હોમમાં મોકલાયોઃ

જામનગર તા. ૧૨: જામનગરમાં બાલાહનુમાન મંદિર પાસે છ વર્ષના બાળક પાસે ભિક્ષાવૃત્તિ કરાવાતી હોવાની વિગત મળતા દોડી ગયેલી એએચટીયુ વિભાગની ટીમે ચકાસણી કરતા એક મહિલા પોતાના છ વર્ષના પુત્ર પાસે ભિક્ષા મંગાવતા હોવાનું ખૂલ્યું હતું. આ બાળકને ચિલ્ડ્રન હોમમાં મોકલી માતા સામે ગુન્હો નોંધાયો છે.

જામનગરના રણમલ તળાવની પાળ પર આવેલા વિશ્વવિખ્યાત બાલા હનુમાન મંદિર પાસે નાના બાળક પાસે ભીખ મંગાવવામાં આવી રહી હોવાની વિગત મળતા રવિવારે બપોરે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમ દોડી ગઈ હતી.

ત્યાંથી લીલાબેન નવઘણભાઈ સોલંકી નામના પ્રૌૈઢા છ વર્ષના એક બાળક પાસે ભિક્ષા મંગાવતા હોવાનું જાણવા મળતા ટીમના પીઆઈ એન.ડી. સોલંકીની સુચનાથી સ્ટાફના કિરણબેન મેરાણીએ ખુદ ફરિયાદી બની સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લીલાબેન સામે ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.

આ બાળકને ભિક્ષા વૃત્તિમાંથી મુક્ત કરાવી ચિલ્ડ્રન હોમમાં મોકલી આપવામાં આવ્યો છે. જામનગરમાં ટ્રાફિક સિગ્નલ તેમજ ધાર્મિક સ્થળો, રેલવે સ્ટેશન, બસ ડેપો વગેરે સ્થળોએ કેટલાક સ્ત્રી-પુરૂષો નાના બાળકને સાથે રાખી ભીખ માંગતા હોય છે, કેટલાક કિસ્સાઓમાં આવા બાળકની માનવ તસ્કરી થતી હોવાનું પણ જણાઈ આવતું હોય છે ત્યારે આવા બાળકોને રેસ્ક્યુ કરી ભિક્ષા મંગાવતા તેમના વાલીઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હોય તે અંતર્ગત કાર્યવાહી કરાઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh