Advertisement
Author: નોબત સમાચાર

અમદાવાદના આસામીને જમીન ખરીદવા માટે કહ્યા પછી છેતરી લેવાયાની ફરિયાદ

અમદાવાદના ત્રણ સામે સીઆઈડી ક્રાઈમે નોંધ્યો ગુન્હોઃ

જામનગર તા. ૧૨: અમદાવાદના એક આસામીને જમીનમાં પૈસા રોકવા માટે ૨૯ વર્ષ પહેલાં સમજાવાયા પછી રૂ. ૭૩ લાખ મેળવી લેવાયા હતા અને જમીન ખરીદાઈ હતી. તે જમીન પૈસા આપનારના નામે કરાવાઈ ન હતી અને તેનો વિવાદ શરૂ થયો હતો. ત્યારપછી છ વર્ષ પૂર્વે વિવાદનો સમાધાનથી અંત લાવવા અને રૂ. ૨૦ કરોડ આપવા વાત થયા પછી પણ પૈસા ન અપાતા સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ કરાઈ છે.

અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં રહેતા પ્રેમજીભાઈ નામના આસામીની મુલાકાત વર્ષ ૧૯૯૫માં કિરીટ ભદ્રા  સાથે થયા પછી ઈસ્કોન પાસે આંબલી રોડ પર વસવાટ કરતા કિરીટભાઈના કાકા રમણીકભાઈ ભદ્રાનો પણ પરિચય થયો હતો. આ વેળાએ જમીનની લે-વેચનો વ્યવસાય કરતા હોવાનું આ વ્યક્તિઓએ પ્રેમજીભાઈને જણાવ્યું હતું.

ત્યારપછી અસલાલી તથા અન્ય વિસ્તારમાં રમણીક ભાઈના પુત્ર ઈલેશ ભદ્રાએ જમીન ખરીદવા વાત કરી રૂ. ૭૩ લાખ મેળવ્યા હતા અને તેમાંથી પ્રેમજીભાઈના નામે જગ્યા લેવાના બદલે રમણીકભાઈએ પોતાના પરિવારના નામે ખરીદ લઈ લીધી હતી. તે પછી આ જમીનના પ્લોટ પાડી વેચાણ કરી નાખવામાં આવ્યું હતું.

ઉપરોક્ત વિવાદ અંગે વર્ષ ૨૦૧૮માં વાતચીત થતાં રમણીકભાઈએ પાલડીમાં આવેલી જામનગર ટ્રાન્સપોર્ટની ઓફિસમાં બેઠક કરી હતી. જેમાં ૨૩ વર્ષ પહેલાં ખરીદાયેલી જમીન રૂ. ૪૨ કરોડની થતી હોવાની ચર્ચા થતાં રૂ. ૨૦ કરોડ આપવા રમણીકભાઈએ સહમતી આપી હતી અને તે બાબતના તમામ કોર્ટ કેસ પ્રેમજીભાઈએ પરત ખેંચી લીધા હતા. તે પછી નક્કી થયા મુજબ રૂ. ૨૦ કરોડ આપવામાં ન આવતા અને રૂ. ૧૦ લાખ આપી કાગળો પર સહી કરાવી લેવાતા અને તે પછી રમણીકભાઈએ વેચાણ કરાર રદ્દ કરવાના દસ્તાવેજ બનાવી લેતાં પ્રેમજીભાઈએ સીઆઈડી ક્રાઈમનો સંપર્ક કર્યાે હતો. તેની તપાસમાં પુરાવા મળતા રમણીકભાઈ ભદ્રા, ત્રિવેણીબેન અને ઈલેક ભદ્રા સામે સીઆઈડી ક્રાઈમે ગુન્હો નોંધ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh