Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'હે ભાઈ! તું નારીની રક્ષા કરજે'
જામનગર તા. ૧રઃ ભાઈ-બહેનના પવિત્ર સંબંધનો પર્વ એટલે રક્ષાબંધન. રક્ષાબંધન સહુના માટે આનંદનો પર્વ છે. બહેન ભાઈના હાથમાં રાખડી બાંધશે અને ભાઈ ગિફ્ટ કે રોકડ રકમ આપી બહેનને ખુશ કરશે. શું બહેન માટે આટલી ખુશી પર્યાપ્ત છે? બહેન-નારીની રક્ષા કરવી ભાઈનું કર્તવ્ય નથી? કર્તવ્ય હોવા છતાં પણ આપણાં દેશમાં નારીઓની જ સુરક્ષિતતા હોવી જોઈએ તે છે ખરી? ના, માટે અલગ-અલગ દૃષ્ટિકોણથી નારી સુરક્ષાના ઉપાયો લખવાના રહેશે.
ભારતીય સંસ્કૃતિ પ્રમાણે એક સ્ત્રી સાથે પુરુષના લગ્ન થાય છે તે સિવાયની નારીને મા, બહેન, દીકરી, કાકી, મામી, માસી, ફૈબા જેવી પવિત્ર નજરથી જોવામાં આવે તો સમાજમાં નારીની સુરક્ષિતતા ચોક્કસ વધે તેમાં શંકાને સ્થાન નથી.
નારી સર્જનહાર છે. મરવાના ઘણાં રસ્તાઓ અને નિમિત મળશે પણ જન્મદાતા તો માત્ર એક નારી જ છે. તો આવી નારીની સુરક્ષા કાજે જામનગરમાં વિશા શ્રીમાળી તપગચ્છ જ્ઞાતિજૈન સંઘના આંગણે ચાતુર્માસ બિરાજમાન પ.પૂ. જૈન મુનિરાજ હેમંતવિજયજી મ.સા.ની પ્રેરણાથી સમાજમાં નારીને સન્માન પ્રાપ્ત થાય અને યુવતીઓ ગેરમાર્ગે જતી અટકે તેવા પવિત્ર આશયથી રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે જામનગર બ્રહ્મ સોશ્યલ ગ્રુપના સહયોથી 'હે ભાઈ! તું નારીની રક્ષા કરજે' વિષય ઓપન જામનગર ગુજરાતી નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સ્પર્ધા બે વિભાગમાં યોજાશે. સ્ટુડન્ટ વિભાગ-૧૦ થી ૧૮ વર્ષ (૩૦૦ શબ્દો સુધીની મર્યાદામાં નિબંધ લખવો) તથા સામાન્ય નાગરિક વિભાગ-૧૮ વર્ષથી ઉપરના (પ૦૦ શબ્દો સુધીની મર્યાદામાં નિબંધ લખવો). સ્પર્ધામાં વિજેતા થનારને તા. ૧૮ ના રવિવારે પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાને તેમજ ર આશ્વાસન ઈનામો ઈનામો મળી કુલ બન્ને વિભાગમાં પ-પ ઈનામો આપવામાં આવશે તેમજ ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર આપવામાં આવશે.
સ્પર્ધામાં ભાગ લેવા માટે સ્પર્ધક અ-૪ સાઈઝના ફૂલ સ્કેપ પેજમાં સ્પષ્ટ અક્ષર મૌલિક રીતે લખીને બંધ કવરમાં (નામ, સરનામું અને સંપર્ક નંબર) મોકલવાનો રહેશે. સાથે કોઈ એક ઓળખાણના પુરાવાની નકલ બીડવાની રહેશે. શહેરના પ્રતિષ્ઠિત નિર્ણાયકો દ્વારા વિજેતાઓ નક્કી કરવામાં આવશે.
સ્પર્ધકે નિબંધ લખી તા. ૧૩ અથવા ૧૪ ના ઠાકર બુક સ્ટોર, આશાપુરા મંદિર સામે, દરબારગઢ પાસે, બ્યુટી વર્લ્ડ, બ્રહ્મ ક્ષત્રિય જ્ઞાતિની વાડી સામે, દ્વારકાપુરી રોડ, ખંભાળિયા નાકા બહાર, શ્રી ગણે મેડિકલ એજન્સી, ૮-વ્રજ એપાર્ટમેન્ટ, શરૂ સેક્શન રોડ, કરણ હીરો શો રૂમની બાજુમાં, શ્રી આર્ટ ડિજિટલ સ્ટુડિયો, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા સામે, મહિલા કોલેજ ચોક, વિકાસ ગૃહ રોડ, દિલિપકુમાર આર. સુતરિયા, ઈન્દુ-મધુ મેડિકલ સેન્ટર સામે, ચાંદીબજાર સર્કલ, જીપીઓ પાસે જમાં કરાવવાનો રહેશે. વધુ વિગતો કે સ્પર્ધાના નિયમો સમજવા પ્રોજેક્ટ ચેરમેન મનિશભાઈ સંઘવી (મો. ૯૮૭૯ર ૩પપ૦૩ નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial