Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં રખડતા પશુઓના ત્રાસ મુદ્દે ધારાશાસ્ત્રીની રજુઆત

કાયમી નિરાકરણની માંગ ઉઠાવી

જામનગર તા. ૧૨: જામનગર શહેરમાં રખડતા પશુઓની સમસ્યા નિવારવામાં તંત્ર નિષ્ફળ ગયું છે. રખડતા પશુઓને કારણે અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાય છે. ધારાશાસ્ત્રી હિરેનભાઈ ગુઢકા દ્વારા આ સમસ્યાના કાયમી નિવારણ માટે રાજ્ય સરકારમાં ઉચ્ચસ્તરે રજુઆત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ કાલાવડ નાકા બહાર રંગમતિ-નાગમતિ નદી પર આવેલ પુલ ઉપર રખડતા પશુની હડફેટે એક વૃદ્ધ ઈજાગ્રસ્ત થયા હતાં. ભૂતકાળમાં રખડતા પશુની હડફેટે નાગરિકોએ જીવ ગુમાવ્યો હોવાની ઘટનાઓ પણ બની છે ત્યારે આ મુદ્દે સ્થાનિક તંત્રની નિષ્ફળતા લોકો માટે જોખમી હોય ધારાશાસ્ત્રી દ્વારા આ મુદ્દે ઉચ્ચસ્તરે રજુઆત કરવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh