Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય દ્વારા
જામનગર તા. ૧૨: જામનગરમાં મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વરસે પણ જન્માષ્ટમી સહિતના શ્રાવણી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્લોટની હરાજી / ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને કોર્પોરેશનને અંદાજે પોણા બે કરોડની આવક થઈ હોવાનું જાહેર થયું છે.
રાજકોટમાં ગેમઝોનમાં બનેલા અગ્નિકાંડ પછી ત્યાંના સ્થાનિક તંત્ર અને રાજ્ય સરકાર દ્વારા રાઈડ્સ તથા અન્ય મનોરંજનના મશીનો/સાધનો અંગે ચોક્કસ નવી એસઓપી જાહેર કરી છે. જામનગરમાં પણ આ એસઓપીનું કડકપણે પાલન કરવા જામનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય નિતિનભાઈ માડમે મ્યુનિ. કમિશ્નરને આવેદનપત્ર પાઠવી અનુરોધ કર્યો છે.
પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પ્રદર્શન ગ્રાઉન્ડ તથા રંગમતી નદીના પટમાં યોજાતા શ્રાવણી મેળામાં શહેર-જિલ્લા તથા બહારગામના લોકો બહોળી સંખ્યામાં આવી આ મેળાની મોજ માણતા હોય છે, ત્યારે હાલમાં રાજકોટમાં થયેલ અગ્નિકાંડ બાદ ત્યાંના તંત્ર દ્વારા રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવેલ નવી એસઓપી મુજબ રાઈડ તથા મોજશોખ માટેની અવનવી રાઈડોમાં નિયમ મુજબના એન.ઓ.સી. જેમ કે, ફાયર, ઈલેક્ટ્રીક વિગેરે પરફોર્મન્સ સર્ટિફીકેટ આપવામાં આવતા ૭ જેટલા વિભાગોના લાયસન્સ લેવા ફરજીયાત હોય, તેવું વર્તમાનપત્ર તથા ટી.વી.ના સમાચારમાંથી જાણવા મળેલ છે.
આ અંગે જામનગર શહેરમાં તંત્ર દ્વારા લોકોની સલામતી અંગે રાજ્ય સરકારની નવી એસઓપી લાગુ કરવામાં આવી હોય તે મુજબ જે કોઈપણ કચેરીના પ્રમાણપત્ર સાથેનું બોર્ડ તે રાઈડ/સ્ટોલ સામે મૂકવામાં આવે જેથી મેળો માણવા આવેલ લોકોેને જાણકારી મળી રહે.
હાલમાં જ વાતાવરણમાં ચાંદીપુરા વાયરસ તથા મોટી સંખ્યામાં તાવ, શરીદી, ઉધરસના કેસો પણ મોટા પ્રમાણમાં થતા હોય છે. આ મેળામાં આવનાર લોકોના આરોગ્ય બાબત ધ્યાન રાખી રોજ સફાઈ તથા જંતુનાશક દવાઓનો છંટકાવ થતો રહે તથા આરોગ્ય વિભાગની દેખરેખમાં ત્યાં એક ટીમ પણ ઉપસ્થીત રહે તેવી વ્યવસ્થા કરવી જરૂરી છે.
આ લોકોમેળામાં આવતા લોકોને પરેશાની ન થાય તે માટે દરેક સ્ટોલ તથા રાઈડ સામે ભાવપત્ર લગાવવું ફરજિયાત કરવું જોઈએ. જેથી લોકોને નક્કી કરેલા ભાવથી વધુ ભાવ ન આપવો પડે. (આ બાબતે કોઈપણ ફરિયાદ હોય તે માટે જરૂરી અધિકારીઓના નંબર અને ફરિયાદની સ્થળ પર જ વ્યવસ્થા કરવી)
ઉપરોક્ત બાબતને ધ્યાનમાં લઈ આપના દ્વારા પરવાનગી વગરની કોઈપણ રાઈડ/સ્ટોલનો ઉપયોગ ન થાય તેની તકેદારી રાખવા રજૂઆત કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial