Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બિહારના જહાનાબાદ-મખદુમપુરના
પટણા તા. ૧રઃ બિહારના જહાનાબાદ-મખદુમપુરના સિદ્ધેશ્વર મંદિરમાં આજે સવારે ભાગદોડ મચી હતી. અચાનક જ નાસભાગ થતા અકસ્માત સર્જાયો, જેમાં સાત લોકોના મોત થયા છે. દુર્ઘટનામાં મૃતકોમાં પાંચ મહિલાઓ અને બે પુરુષોનો સમાવેશ થાય છે.
બિહારના જહાનબાદ-મખદુમપુરના સિદ્ધેશ્વર મંદિરમાં સોમવારે સવારે નાસભાગ મચી હતી. નાસભાગ થતાં અકસ્માત સર્જાયો જેમાં સાત લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. દુર્ઘટનામાં મૃતકોમાં પાંચ મહિલાઓ અને બે પુરુષોનો સમાવેશ થાય છે.
શ્રાવણનો સોમવાર હોવાથી મોટી સંખ્યામાં ભક્તો પૂજા માટે ઉમટી પડ્યા હતાં. મંદિરમાં ભક્તોની લાંબી લાઈનો જોવા મળી હતી. પોલીસનું કહેવું છે કે શ્રાવણના સોમવારે ભગવાન શિવને જલાભિષેક કરવા મંદિર તરફ જતા રસ્તા પર ભાગદોડ મચી ગઈ હતી. લાઈનમાં ઊભેલા ભક્તોના ધક્કાના કારણે રેલિંગ તૂટી ગઈ અને આ અકસ્માત થયો હતો.
આ માહિતી મળતા જ જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષક ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. પોલીસ મૃતકોની ઓળખ કરવામાં વ્યસ્ત છે. જહાનાબાદના એસએચઓ દિવાકર કુમાર વિશ્વકર્માએ જણાવ્યું કે ડીએમ અને એસપી ઘટના સ્થળે પહોંચી ગયા છે અને પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. અત્યાર સુધીમાં સાત લોકોના મોત થયા છે અમે મૃતકો અને ઘાયલોના પરિવારજનોને મળી રહ્યા છીએ. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવશે.
ડી.એમ. અલહીતા પાંડેએ જણાવ્યું કે આ ઘટનામાં સાત લોકોના મોત થયા છે, જ્યારે નવ લોકો ઘાયલ થયા છે. અમે સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ અને હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે. આ ઘટના પર જહાનાબાદના એસડીઓ વિકાસ કુમારે કહ્યું કે આ એક દુઃખદ ઘટના છે. બધી તૈયારીઓ સાચી હતી. અમે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યા છીએ.
આ પહેલા ર જુલાઈના ઉત્તરપ્રદેશના હાથરસમાં નાસભાગને કારણે ૧ર૦ થી વધુ લોકોના મોત થયા હતાં. બાલા નારાયણ હરિના એક કાર્યક્રમ દરમિયાન એ નાસભાગ મચી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial