Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બગધરામાં તીનપત્તીની મહેફિલ માંડીને બેસેલા બાર મહિલા સામે નોંધાયો ગુન્હોઃ
જામનગર તા. ૧૨: જામનગરના કલ્યાણ ચોકમાં ગઈકાલે તીનપત્તી રમતા છ શખ્સને એલસીબીએ રૂ. ૪૮૬૦૦ રોકડા સાથે ઝડપી લીધા હતા. જામજોધપુરના બગધરા ગામમાંથી ૧૨ મહિલા અને લાલપુર તથા સાધનાકોલોનીમાંથી ચાર મહિલા તીનપત્તી રમતા ઝડપાઈ ગયા હતા. દસ દરોડામાં ૧૬ મહિલા સહિત ૫૪ વ્યક્તિ તીનપત્તી રમતા પકડાઈ ગયા હતા.
જામનગરના કાલાવડ નાકા વિસ્તારમાં આવેલા કલ્યાણ ચોકમાં ગઈકાલે સાંજે જુગાર રમાતો હોવાની બાતમી એલસીબીના હરદીપ બારડ, મયુરસિંહ, ઋષિરાજસિંહને મળતા પીઆઈ વી.એમ. લગારીયાના વડપણ હેઠળ એલસીબી સ્ટાફે દરોડો પાડ્યો હતો. ત્યાં મંદિર નજીક તીનપત્તી રમતા વિરેન મુકેશભાઈ પંડયા, જીતેન્દ્ર મુળજીભાઈ પટેલ, બશીર ઉર્ફે બલો રહીમ મેતર, નરશીગર જેઠીગર ગોસાઈ, નરેન્દ્રસિંહ છત્રસિંહ ઝાલા, ગગુભાઈ માણસુરભાઈ છૈયા નામના છ શખ્સ મળી આવ્યા હતા. પટમાંથી રૂ. ૪૮૬૦૦ રોકડા કબજે કરાયા છે.
જામજોધપુરના વિકાસ નગરમાં ગઈકાલે સાંજે ગંજીપાના કૂટી રહેલા સાહિલ રાજેશભાઈ સોલંકી, અજય વિકાસભાઈ સોલંકી, રણછોડ બાબુભાઈ પરમાર, રાહુલ ભીમાભાઈ સોલંકી નામના ચાર શખ્સ રૂ. ૧૦૧૩૦ રોકડા સાથે પકડાઈ ગયા છે.
જામનગરની સાધના કોલોનીમાં એમ/૪૦ નંબરના બ્લોકના પાર્કિંગમાં ગઈકાલે સાંજે જુગાર રમતા સુનિલ વિનોદભાઈ પંડયા, દક્ષાબા જબ્બરસિંહ રાઠોડ, આરતીબેન અતુલભાઈ જોષી નામના ત્રણ વ્યક્તિને પોલીસે પકડી લઈ પગમાંથી રૂ. ૨૬૫૦ કબજે લીધા છે.
લાલપુરના ધરારનગરમાંથી ગઈકાલે સાંજે માધાભાઈ સાજણભાઈ બગડા, નુરબાઈ આદમભાઈ ભટ્ટી, ગુલશનબેન હનીફભાઈ મોતીયાર નામના ત્રણ વ્યક્તિને પોલીસે જુગાર રમતા પકડી લીધા છે. પટમાંથી રૂ. ૪૦૧૦ કબજે થયા છે.
જામજોધપુર તાલુકાના બગધરા ગામમાં ગઈકાલે બપોરે તીનપત્તી રમતા ગીતાબેન અશ્વિનભાઈ અજુડીયા, શારદાબેન હસમુખભાઈ વાદી, પુરીબેન મનિષભાઈ સંઘાણી, સોનલબેન વિવેકભાઈ અજુડીયા, ઉર્વશીબેન સતિષભાઈ ધોલરીયા, નીતાબેન નીતિનભાઈ તારપરા, રીટાબેન જગદીશભાઈ અજુડીયા, અસ્મિતાબેન કિરીટભાઈ તાળા, વર્ષાબેન સતિષભાઈ અજુડીયા, ધર્મિષ્ઠાબેન કિશોરભાઈ અજુડીયા, મીનાબેન વિજયભાઈ અજુડીયા, અંકિતાબેન મનસુખભાઈ અજુડીયા નામના બાર મહિલા પોલીસના દરોડામાં ઝડપાઈ ગયા હતા. પટમાંથી રૂ. ૧૦૧૨૦ કબજે થયા છે.
જામજોધપુર તાલુકાના વેરાવળ ગામમાં ગઈરાત્રે પાણીના ટાંંકા પાસે તીનપત્તી રહેતા અબ્દુલ કાસમ સમા, હાજી હાસમ રાવકરડા, આમદ મુસા રાવકરડા, ઈસ્માઈલ કાસમ રાવકરડા, ઈકબાલ જુસબ રાવકરડા નામના પાંચ શખ્સને પોલીસે રૂ. ૫૦૮૦ રોકડા સાથે પકડી પાડ્યા છે.
જામનગરના ગોકુલનગર વિસ્તારમાં આવેલા શિવનગરની શેરી નં.૧માં શનિવારે સાંજે જાહેરમાં ગંજી પાના વડે જુગાર રમી રહેલા પીઠાભાઈ સામતભાઈ કનારા, ખીમાભાઈ સામતભાઈ ગાગીયા, રાજેશ વલ્લભભાઈ જોષી, મૂળજીભાઈ ભીમજીભાઇ ઠાકર, હરસુખ મોહનભાઈ જોગીયા, નેભાભાઈ નારણભાઈ ગોજીયા નામના છ શખ્સને સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે પકડી પાડ્યા હતા. પટમાંથી રૂ. ૭૪૮૦ કબજે કરી પોલીસે જુગારધારાની કલમ-૧૨ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
લાલપુર શહેરમાં આવેલા શબીલ ચોકમાં શનિવારે રાત્રે સ્ટ્રીટ લાઇટના અજવાળા વડે જુગાર રમી રહેલા ઇમરાન હાજીભાઈ લાખા, અહેમદ હુસેનભાઇ ધુધા, મહમદ અવેશ શબ્બીરભાઈ હસનીયા તથા અલી મામદ ચલાણી નામના ચાર શખ્સને લાલપુર પોલીસ સ્ટેશનના સ્ટાફે પકડી લઈ પટમાંથી રૂ. ૧૫,૫૦૦ રોકડા કબજે કર્યા છે.
જોડિયા તાલુકાના જીરાગઢ ગામથી અંબાલા ગામ તરફ જવાના રસ્તા પર શનિવારે રાત્રે જુગારની મહેફિલ જામી હોવાની બાતમી મળતા જોડિયા પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડ્યો હતો. ત્યાં ત્રણ ખૂણિયા રસ્તા નજીક પ્રભુલાલ વેગડના ખેતરના શેઢા પાસે ગંજીપાના વડે જુગાર રમી રહેલા કિશન લાલજીભાઈ અઘારીયા, રાહુલ લીંબાભાઇ અઘારીયા, કૈલાશ અવચરભાઈ અઘારીયા, સુરેશ રમેશભાઈ દેલવાણીયા, વસંતભાઈ દામજીભાઈ ચૌહાણ, મેરાભાઈ દેવાભાઈ ગમારા, ચિરાગ મનસુખભાઈ બાબરીયા નામના સાત શખ્સ મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૂ. ૧૦,૯૬૦ રોકડા તથા ટોર્ચ કબજે કરી છે.
જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.૪૯માં આવેલા કામળિયાવાસ પાસે ડંકીવાળી ગલીમાં શનિવારે રાત્રે તીનપતી રમી રહેલા મહેન્દ્ર પરસોતમભાઈ ગોરી, વિજય ખીમજીભાઇ કટારમલ, રાજેશ સુરેશભાઈ ગજરા, રામસંગ રતનજી જાડેજા ઉર્ફે ભગત નામના ચાર શખ્સને સીટીસી ડિવિઝનના સ્ટાફે દરોડો પાડીને પકડી લીધા હતા પટમાંથી રૂ. ૪૫૫૦ રોકડા કબજે કરવામાં આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial