Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતમાં વધુ ત્રણ સ્થળને ટુરિઝમ ડેસ્ટિનેશન તરીકે વિકસાવાશે

વન-પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાએ આપી વિગતો

ખંભાળીયા તા. ૧૨: ગુજરાતમાં પ્રવાસીઓને આકર્ષવા તથા પર્યટન ઉદ્યોગને વેગ આપવાની સાથે પ્રાચીન સંસ્કૃતિ તથા પ્રાચીન સ્થળના મહત્ત્વને દુનિયામાં જાહેર કરવાની નીતિના ભાગરૂપે રાજ્યના સરકારે ૩૯ જેટલા સ્થળોને પ્રવાસન સ્થળો બનાવ્યા છે. જેમાં વધુ ત્રણ સ્થળોનો ઉમેરો થયો છે.

રાજ્યના પ્રવાસન રાજ્યમંત્રી મૂળુભાઈ બેરાએ જણાવેલ કે વડનગર, પોરબંદર તથા થોળ પક્ષી અભ્યારણ્યને પ્રવાસન માળખાકીય સુવિધાઓ સાથે અનેક સગવડ વધારીને વિકાસ થશે.

યુનેસ્કોની વર્લ્ડ હેરીટેજ સાઈટની સંભવિત યાદીમાં સ્થાન પામેલું વડનગર ઐતિહાસિક રીતે વારાણસી કાશીની સમકક્ષ તથા હિન્દુ, બૌદ્ધ તથા જૈન ધર્મના લોકો માટે આસ્થાનું સ્થળ તથા સાત વખત તારાજ થઈ ફરી બેઠું થયેલું હાટકેશ્વર આદિલીંગનું સ્થળ છે. જ્યાં એશિયાનું પ્રથમ આર્કિયોલોજીકલ મ્યુઝિયમ બની રહ્યું છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી તથા કૃષ્ણના પરમ સખા સુદામાની જન્મભૂમિ પોરબંદરને આધ્યાત્મિક સ્થળ તરીકે વિકસાવવાનું કાર્ય શરૂ થયું છે. સુંદર દરિયા કિનારો ચોપાટી ધરાવતું પોરબંદરમાં કીર્તિમંદિર આસપાસ શાંતિનું મંદિર બનાવાઈ રહ્યું છે. તો અમદાવાદથી માત્ર રપ કિમી દૂર આવેલું થોળ પક્ષી અભ્યારણ્ય કે જ્યાં છેક ૧૯૧ર માં રાજાશાહીના સમયમાં ગાયકવાડ સરકારે ૭૮૪ હેકટરમાં વિશાળ તળાવ બનાવ્યું હતું અને દર વર્ષે અહીં શિયાળામાં એશિયાના, ચીનથી વિદેશી પક્ષીઓ મહેમાન થાય છે. તેને અમૃત ધરોહર તથા ઈકો ટુરીઝમ તરીકે વિકસાવાશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh