Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એલસીબીએ પૂર્વ બાતમીના આધારે દબોચ્યોઃ
જામનગર તા. ૧૨: જામનગર-ખંભાળિયા માર્ગ પર સિક્કા પાટીયા નજીક એક પેટ્રોલપંપમાં પથ્થરમારો કરી પચ્ચીસ વર્ષ પહેલાં રૂ. ૮૫ હજારની લૂંટ ચલાવાઈ હતી. તે ગુન્હામાં નાસી ગયેલા મધ્ય પ્રદેશના શખ્સને એલસીબીએ દબોચી લીધો છે.
જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા સિક્કા પાટિયા નજીકના નાગાર્જુન પેટ્રોલપંપ પર વર્ષ ૧૯૯૯માં પથ્થરમારો કરી કેટલાક શખ્સો રૂ. ૮૫ હજાર રોકડા લૂંટી ગયા હતા. તેની શરૂ થયેલી તપાસમાં મધ્ય પ્રદેશના જાંબુવા જિલ્લાના માંડલી ગામના કાળીયા ઉર્ફે કલસીંગ ફકરૂભાઈ વાકલા નામના શખ્સની સંડોવણી જાહેર થઈ હતી.
આ શખ્સ સામે કોર્ટે ધરપકડ વોરંટ ઈસ્યુ કર્યું હતું. ત્યારથી આ શખ્સ પોલીસને હાથતાળી આપતો હતો. ઉપરોક્ત આરોપી ગોકુલનગર વિસ્તારમાં આવ્યો હોવાની બાતમી એલસીબીના દિલીપ તલાવડીયા, કાસમભાઈ, હિતેન્દ્રસિંહને મળતા ત્યાં ધસી ગયેલી એલસીબી ટીમે આ શખ્સની અટકાયત કરી લીધી છે. તેનો કબજો પંચકોશી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આ શખ્સે મોરબી જિલ્લાના ટંકારા તથા દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં પણ વર્ષાે પહેલાં લૂંટ ચલાવી હતી અને તેમાં આ આરોપી પકડાઈ ગયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial