Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી જોડિયા તાલુકાના બાદનપરમાં થશે

કાર્યક્રમની શાનદાર ઉજવણી માટે અધિકારીઓને સૂચનોઃ

જામનગર તા. ૩ઃ દેશભરમાં પ્રજાસત્તાક પર્વની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવે છે, ત્યારે જામનગર જિલ્લામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીનું આયોજન અંગે કલેકટર કચેરીના સભાખંડમાં કલેકટર બી.એ. શાહના અધ્યક્ષ સ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાદનપરમાં શ્રેયસ નર્સિંગ કોલેજની બાજુમાં ખુલ્લા મેદાનમાં જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવશે. જામનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં જેમાં જામનગર (ગ્રામ્યમાં) જાબુંડામાં, ધ્રોલ તાલુકાના મજોઠમાં, લાલપુર તાલુકાના ડબાસંગમાં, કાલાવડ તાલુકાના નપાણીયા ખીજડીયામાં, જામજોધપુર તાલુકાના પાટણમાં તાલુકાકક્ષાએ પ્રજાસત્તાક પર્વની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર કાર્યક્રમની શાનદાર રીતે ઉજવણી થાય તેના ભાગરૃપે વિવિધ વિભાગના અધિકારીઓને કલેકટરશ્રી દ્વારા સૂચનો આપવામાં આવ્યા હતાં. તેમજ કાર્યક્રમની રૃપરેખા તૈયાર કરી તે દિશામાં કામગીરી કરવા જણાવવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, અધિક નિવાસી કલેકટર બી.એન. ખેર, જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના નિયામક શારદા કાથડ, પ્રાંત અધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ તેમજ લગત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh