Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખાનગી કંપનીમાં કામ વેળાએ લપસી પડેલા યુવકનું મોતઃ
જામનગર તા. ૩ઃ જામજોધપુરના સમાણા ગામમાં એક ખેતરમાં મજૂરીકામ કરતા શ્રમિકની પુત્રીએ માથાના દુખાવાની દવાના બદલે ભૂલથી ઝેરી દવા પી લેતાં તેણીનું સારવારમાં મૃત્યુ થયું છે. જ્યારે મોટી ખાવડી પાસે ખાનગી કંપનીની ટાઉનશીપમાં ફેબ્રીકેશનનું કામ કરતા યુવાન ફસડાઈ પડ્યા પછી મોતની ગોદમાં સરી ગયા છે.
જામજોધપુર તાલુકાના સમાણા ગામમાં આવેલા વલ્લભભાઈ પટેલ નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા પ્રેમજીભાઈ રાયસીંગ મંગોળ નામના આદિવાસી શ્રમિકના પુત્રી ભારતીબેન (ઉ.વ.૧૮)ને ગયા ગુરૃવારે માથું દુખતું હતું. આ યુવતીએ બપોરના સમયે માથાના દુખાવાની દવાને બદલે ભૂલથી ઝેરી દવા પી લીધી હતી. દવાની અસર થતાં પિતા પ્રેમજીભાઈને જાણ થઈ હતી.
તેઓએ પુત્રીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા પછી વધુ સારવાર માટે ભારતીબેનને જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ યુવતીનું મૃત્યુ નિપજ્યું છે. પોલીસે પિતાનું નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે.
જામનગર તાલુકાના સિક્કા ગામમાં રહેતા કમલેશભાઈ મુસાફરભાઈ વિશ્વકર્મા (ઉ.વ.૨૭) નામના યુવાન મોટી ખાવડી પાસે ખાનગી કંપનીની ટાઉનશીપમાં નવી બનતી એક ઈમારતના ત્રીજા માળે ફેબ્રીકેશન કામ કરી રહ્યા હતા. આ વેળાએ કોઈ રીતે કમલેશભાઈ લપસી પડતા લોહીલુહાણ બની ગયા હતા. બેભાન બની ગયેલા આ યુવાનને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓને મૃત્યુ પામેલા જાહેર કરાયા છે. સતિષભાઈ જીતનારાયણ વિશ્વકર્માએ પોલીસને જાણ કરી છે. મેઘપર પોલીસે અપમૃત્યુની નોંધ કરી તપાસ આદરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial