Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધ્રાફાના યુવતીએ પોલીસ સમક્ષ નાખી ધાઃ
જામનગર તા. ૩ઃ જામજોધપુરના ધ્રાફાના એક યુવતીના લગ્ન સુરેન્દ્રનગર કરવામાં આવ્યા પછી તેણીને મગજને લગતી બીમારી થતાં ઓપરેશન કરાવવું પડ્યું હતું. તે પછી નબળાઈ રહેતા ઘરકામ થઈ શકતું ન હતું આથી પતિએ ગાળો ભાંડી અવારનવાર ત્રાસ આપતા અને પતાવી દેવાની ધમકી આપતા પિયર પરત ફરેલા આ યુવતીએ પતિ સામે પોલીસમાં ફરિયાદ કરી છે.
જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામના કોમલબા પૃથ્વીરાજસિંહ જાડેજા (ઉ.વ.૩પ) નામના યુવતીના લગ્ન સુરેન્દ્રનગરમાં કલેક્ટર કચેરી પાછળ કૃષ્ણનગરમાં રહેતા હરદીપસિંહ વિક્રમસિંહ પરમાર સાથે થયા હતા.
લગ્ન પછી સાતેક વર્ષ પહેલાં કોમલબાને મગજમાં મસાની તકલીફ થતાં તેઓને સારવાર માટે અમદાવાદ સ્થિત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. તે પછી હાલમાં પણ આ મહિલાને દવા લેવી પડી રહી છે અને તેના કારણે નબળાઈ પણ રહેતી હોય તેણી ઘરકામ કરી શકતા નથી.
પત્નીની આ બીમારીથી કંટાળેલા પતિ હરદીપસિંહ અવારનવાર મેણાટોણા મારી ગાળો ભાંડતા હતા. તે દરમિયાન ગઈ તા.૫ના દિને ફરીથી ગાળો ભાંડી પતિ હરદીપસિંહે જાનથી મારી નાખવાની ધમકી આપતા પિયર પરત ફરેલા કોમલબાએ ગઈ કાલે શેઠવડાળા પોલીસમાં પતિ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૪૯૮ (એ), ૫૦૪, ૫૦૬ (ર) હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial