Advertisement
Author: નોબત સમાચાર

પત્નીની હત્યાનો પ્રયાસ કરવાના આરોપમાં સંડોવાયેલા પતિનો છૂટકારો

ઝેરી પ્રવાહી પીવડાવી સળીયાથી માર માર્યાનો આક્ષેપઃ

જામનગર તા. ૩ઃ જામનગરના લાલપુર બાયપાસથી ઠેબા બાયપાસ વચ્ચે સવા બે વર્ષ પહેલાં પતિએ ઝેરી પ્રવાહી પીવડાવી પત્નીને સળીયાથી માર મરી તેણીની હત્યાનો પ્રયાસ કર્યાની પોલીસમાં ફરિયાદ થઈ હતી. આ કેસમાં પતિનો અદાલતે છૂટકારો ફરમાવ્યો છે.

જામનગરના હરજીભાઈ અરજણભાઈ સોનગરા ઉર્ફે હરીભાઈ નામના સતવારા શખ્સે ગઈ તા.૧૪-૭-૨૧ના દિને પોતાના પત્ની મંજુબેનને લાલપુર બાયપાસથી ઠેબા બાયપાસ વચ્ચે લઈ જઈ તેણીને પાણીની બોટલમાં ડીઝલ જેવું પ્રવાહી પીવડાવી સળીયા વડે હુમલો કરી માર માર્યાની ફરિયાદ પોલીસમાં થઈ હતી.

આ દંપની વચ્ચે મનમેળ ન હોવાથી બંને અલગ રહેતા હતા તે પછી પતિએ પત્નીનું કાસળ કાઢી નાખવા હુમલો કરાયાનું ફરિયાદમાં જણાવાતા પોલીસે હત્યા પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો હતો.

આ કેસ ચાલી જતાં અદાલતે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી આરોપી હરજીભાઈ સોનગરાનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ હિતેશ સોનગરા, ચિરાગ સોનગરા રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh