Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયા : મુખ્ય બજારના માર્ગો પર રિક્ષા, ફોર વ્હીલર વાહનો પર પ્રતિબંધની માંગણી

ખંભાળીયા તા. ૩ઃ ખંભાળીયાની મુખ્ય બજારમાં દરરોજ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. ખંભાળીયાના નાગરિકો દ્વારા જિલ્લાના વહીવટી તંત્ર, પોલીસ તંત્ર તથા ધારાસભ્યને રજુઆત કરવામાં આવી છે.

ખંભાળીયા નગરગેઈટથી રામમંદિર, દરબારગઢ, શાક માર્કેટ તથા જોધપુર ગેઈટ, રાજડારોડ, મોહન પાનવાળો રસ્તો સાંકડો છે. ઓટલા તથા દુકાનોના કાઢેલા હોય અને રસ્તામાં રેંકડીઓ તથા પાથરણાવાળા હોય દરરોજ ટ્રાફિક જામની સ્થિતિ થાય છે. બાળકો, વૃદ્ધો, મહિલાઓને જવામાં તકલીફ થતી હોય, નાના અકસ્માતો થતા હોય આ રસ્તા પર થ્રીવ્હીલર, રિક્ષા, ફોર વ્હીલરને પ્રવેશ બંધી કરવા અથવા સમય નક્કી કરવાની માંગણી કરવામાં આવી છે.

અતુલ લખુભાઈ, વિજય કાના ચોપડા, ચેતનભાઈ પરમાર, કરસન ચોપડા, જુનેદ જુસબ, દિનેશભાઈ પરસોત્તમે રજુઆત કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh