Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની ૭૦૦ જેટલી શાળાઓ આગામી ખેલ મહાકુંભમાં ભાગ લેશેઃ સમીક્ષા બેઠક

જિલ્લા કક્ષાએ ૧૮ જેટલી રમતની કેટેગરી રહેશેઃ

જામનગર તા. ૩ઃ જામનગર જિલ્લા રમત વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ જામનગર જિલ્લામાં ખેલ મહાકુંભ કાર્યક્રમના આગામી આયોજન માટે નેશનલ હાઈસ્કૂલમાં સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

બેઠકમાં થયેલી ચર્ચા મુજબ જામનગરની ૭૦૦ જેટલી શાળાઓ ખેલ મહાકુંભમાં ભાગ લેશે. જામનગરમાં ઝોન, શહેર, તાલુકા અને જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ યોજાશે. જામનગર શહેર કક્ષાની સ્પર્ધાઓ માટે ૪ ઝોન તેમજ તાલુકા કક્ષાની સ્પર્ધાઓ માટે ૬ ઝોન નિર્ધારિત કરવામાં આવ્યા છે. તાલુકા કક્ષાએ કબડ્ડી, વોલીબોલ, ખો-ખો, એથલેટિક્સ, યોગાસન અને ચેસની સ્પર્ધાઓ યોજાશે તેમજ જિલ્લા કક્ષાએ ૧૮ જેટલી રમતની કેટેગરી નક્કી કરાઈ છે.

જિલ્લા રમત વિકાસ અધિકારી રમા કે. મદ્રાએ ઉપસ્થિત સર્વેનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. બેઠકના અંતે કન્વિનરોને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતાં. ઉક્ત સમીક્ષા બેઠકમાં નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરિયા, સી.એમ. મહેતા, મહેશભાઈ મુંગરા, ભરતસિંહ રાણા, તાલુકા કક્ષાના કન્વિનરો, જામનગર મહાનગરપાલિકા કક્ષાના કન્વિનરો, વિદ્યાર્થીઓ અને વ્યાયામ શિક્ષકો હાજર રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh