Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ર૪ કલાકમાં ર ડીગ્રીના ઘટાડા સાથે
જામનગર તા. ૩ઃ જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન બે ડીગ્રીના ઘટાડા સાથે લઘુતમ તાપમાનનો પારો સિઝનમાં સૌ પ્રથમ વખત ૧ર ડીગ્રીએ પહોંચી ગયો હતો જેના પગલે નગરમાં ઠંડીનું લખલખુ પ્રસરી ગયું હતું.
જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ તથા હિમાચલપ્રદેશમાં હિમવર્ષા થઈ રહી છે. ઉત્તર ભારતના ઠંડા પવનોના પગલે હરિયાણા, પંજાબ, દિલ્હી, રાજસ્થાનમાં ધીમે ધીમે ઠંડીમાં વધારો થઈ રહ્યો છે.
ઉત્તર ભારતના હિમ જેવા ઠંડા પવનોના પગલે હાલાર સહિત ગુજરાતમાં ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. તાપમાનમાં વધારા-ઘટાડાના દોર વચ્ચે જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન બે ડીગ્રીના ઘટાડા સાથે લઘુતમ તાપમાનનો પારો સિઝનમાં સૌ પ્રથમ વખત ૧ર ડીગ્રીએ પહોંચી ગયો હતો, જ્યારે કોઈ વધારા કે ઘટાડા વગર મહત્તમ તાપમાન ર૬ ડીગ્રીએ સ્થિર રહ્યું હતું.
લઘુતમ તાપમાન ૧ર ડીગ્રીએ પહોંચી જતાં નગર ઠંડુગાર થઈ ગયું હતું. નગરસીમ તથા ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડીનું લખલખુ પ્રસરી ગયું હતું. ખાસ કરીને રાત્રે વધારે ઠંડી અનુભવાઈ હતી. ઠંડી સામે રક્ષણ મળે તે માટે જનતાએ સ્વેટર, જેકેટ, ટોપી સહિતના ગરમ વસ્ત્રો, ગરમ પીણા તથા તાપણાનો સહારો લીધો હતો.
નગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬ ટકા વધીન ૮૪ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૧૦ થી ૧ર કિ.મી.ની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial