Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લોકસભાની ચૂંટણી પહેલા નોટીસ કેમ અપાઈ ?ઃ 'આપ'
નવી દિલ્હી તા. ૩ઃ અરવિંદ કેજરીવાલ આજે પણ ઈડી સમક્ષ હાજર નહીં થાયઃ તપાસ એજન્સીએ ત્રીજી વખત સમન્સ મોકલ્યું તો આમ આદમી પાર્ટીએ સવાલ ઉઠાવ્યો છે કે ચૂંટણી પહેલાં નોટીસ કેમ અપાઈ ?.
આ પહેલાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે આજે પણ ઈડી સમક્ષ હાજર નહીં થાય. ઈડીએ તેમને ત્રીજી વખત સમન્સ પાઠવ્યું હતું. જેમાં તેમને આજે એટલે કે ૩ જાન્યુઆરીએ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતાં. આમ આદમી પાર્ટીએ કહ્યું- લોકસભા ચૂંટણી પહેલાં નોટીસ કેમ આપવામાં આવી ? આમ આદમી પાર્ટીના ત્રણ નેતા સત્યેન્દ્ર જૈન, મનિષ સિસોદીયા અને સંજય સિંહ દારૃ નીતિ કેસમાં જેલમાં છે.
આ પહેલાં ઈડીએ કેજરીવાલને ર નવેમ્બર અને ર૧ ડિસેમ્બરે હાજર થવા માટે બે સમન્સ મોકલ્યા હતાં. પરંતુ કેજરીવાલે બંને સમન્સને ગેરકાયદેસર અને રાજકીય રીતે પ્રેરિત ગણાવીને ઈડી સમક્ષ હાજર થવાનો ઈનકાર કર્યો હતો. ર૧ ડિસેમ્બરે સમન્સ મળ્યા બાદ કેજરીવાલ ૧૦ દિવસ માટે વિપશ્યના માટે ગયા હતાં.
આ સમન્સને લઈને આમ આદમી પાર્ટીએ મંગળવારે કહ્યું કે, પાર્ટી આ મામલે કાયદા મુજબ કાર્યવાહી કરશે. આપના રાષ્ટ્રીય પ્રવકતા પ્રિયંકા કક્કરે કહ્યું કે અમારી કાનૂની ટીમ વધુ સારી રીતે જવાબ આપી શકશે કે અરવિંદ કેજરીવાલ આ કેસમાં ઈડી સમક્ષ હાજર થશે કે નહીં. પક્ષ કાયદા પ્રમાણે ચાલશે.
આ વર્ષે એપ્રિલમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સીબીઆઈ દ્વારા તેની ઓફિસમાં દારૃ નીતિ કેસમાં લગભગ ૯.પ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી., તેઓ સવારે ૧૧.૧૦ વાગ્યે એજન્સીની ઓફિસે પહોંચ્યા હતાં અને ૮.૩૦ વાગ્યે એજન્સીની ઓફિસમાંથી બહાર આવ્યા હતાં.
સીબીઆઈ દ્વારા પૂછપરછ કરવામાં આવ્યા બાદ કેજરીવાલે કહ્યું હતું કે તેઓ સીબીઆઈ દ્વારા પૂછવામાં આવેલા તમામ પ્રશ્નોના જવાબ આપે છે. તેમના પાસે છુપાવવા માટે કંઈ નથી. આ સમગ્ર કથિત દારૃનું કૌભાંડ જૂઠ, બનાવટી અને ગંદી રાજનીતિથી પ્રેરિત છે. આપ એક કટ્ટર પ્રામાણિક પક્ષ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial