Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નંદવિદ્યા નિકેતનની વિદ્યાર્થિની તનિષા કટારમલની ઝળહળતી સિદ્ધિઃ
જામનગર તા. ૩ઃ જામનગરની નંદ વિદ્યા નિકેતન શાળામાં અભ્યાસ કરતી અને છેલ્લા પ વર્ષથી ટેબલ ટેનિસની ઉત્કૃષ્ટ તાલીમ મેળવતી ખેલાડીને રાજ્યની સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા ટીમમાં સમાવેશ થયો તે જામનગર માટે ગૌરવની બાબત છે. ઉલ્લેખનિય છે કે, છેલ્લા ૩૦ વર્ષમાં જામનગરમાંથી આ પ્રથમ ખેલાડી રાજ્યની ટેબલ ટેનિસ ટીમમાં પ્રવેશ મેળવવામાં સફળ રહી છે.
ગત્ તારીખ ર૬ થી ર૯ ડિસેમ્બર, ર૦ર૩ દરમિયાન ત્યાગરાજ સ્ટેડિયમ, દિલ્હીમાં સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા યોજાયેલ રાષ્ટ્રીય ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે ગુજરાત ટીટીની ટીમના બોયઝ, ગર્લ્સ તથા કોચ સહિતના કુલ ૧૩ સભ્યો રવાના થયા હતાં. આ ટીમમાં જામનગરની તનિષા કટારમલ જે એમ.જી.એફ.આઈ. દ્વારા યોજાયેલ રાજ્યના સીલેક્શનમાં ત્રીજો ક્રમાંક મેળવી ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા માટે સીલેક્ટ થઈ હતી. નેશનલ ટુર્નામેન્ટના ક્વોલીફાઈંગ રાઉન્ડ તથા પ્રથમ રાઉન્ડમાં ગુજરાત રાજ્યની ટીમ દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં કેરેલાની ટીમને હરાવી પ્રિક્વાટર રાઉન્ડમાં ગર્લ્સની ટીમે સફળતાપૂર્વક પ્રવેશ મેળવ્યો હતો, જ્યારે ગુજરાત બોયઝની ટીમને ક્વોલીફાઈંગ રાઉન્ડમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
ઉલ્લેખનિય છે કે, હાલમાં જ તનિષા કટારમલને નંદ વિદ્યા નિકેતન શાળાના વાર્ષિકોત્સવમાં નયારા ઓઈલ એન્ડ રિફાઈનરીના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં શાળા દ્વારા સન્માનિત કરવામાં આવી હતી. એસ.જી.એફ.આઈ. ગુજરાત ટીમમાં સ્થાન મેળવવા બદલ તનિષા કટારમલને જામનગર ટેબલ ટેનિસ એસોસિએશનએ શુભેચ્છા પાઠવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial