Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હાપા રોડ પર ઉતારવામાં આવ્યો હતો વીડિયોઃ
જામનગર તા. ૩ઃ જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડ રોડ પર થર્ટી ફર્સ્ટની પૂર્વ સંધ્યાએ એક શખ્સે પુરપાટ ઝડપે બાઈક પર સૂઈને ચલાવી તેનો ઉતારેલો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યાે હતો. આ શખ્સને પકડી પાડવા પોલીસે શરૃ કરેલી તપાસમાં તેના સગડ મળી ગયા છે. મૂળ યુ.પી.ના આ શખ્સની પોલીસે જુદી જુદી ત્રણ કલમ હેઠળના ગુન્હામાં ધરપકડ કરી છે.
જામનગરના સોશિયલ મીડિયામાં બે દિવસ પહેલાં એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં એક શખ્સ હીરો મોટર સાયકલ પર સૂતા સૂતા તેને દોડાવતો હોવાનું દેખાઈ રહ્યું હતું. આવી રીતે જાહેર માર્ગ પર પોતાની તથા અન્યની જિંદગી જોખમાય તે રીતે સ્ટંટ કરતા આ શખ્સનો તેની સાથે રહેલા મિત્રએ બીજા મોટર સાયરલ પરથી વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં મૂક્યો હોવાનું જણાઈ આવતું હતું.
આ બાબતની પોલીસે શરૃ કરેલી તપાસમાં તે મોટર સાયકલના નં.જીજે-૧૦-સીકે ૨૨૫૫ હોવાનંુ અને જે માર્ગ પર આ વીડિયો ઉતારવામાં આવ્યો તે માર્ગ હાપા માર્કેટીંગ યાર્ડનો હોવાનું પોલીસ તપાસમાં ખૂલતા પંચકોશી-બી ડિવિઝન પોલીસ મથકના પો.કો. ભયપાલસિંહ જાડેજાએ ખુદ ફરિયાદી બની આ શખ્સ સામે ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો. આઈપીસી ૨૭૯ તથા એમવી એક્ટની કલમ ૧૮૩, ૧૮૪ હેઠળ નોંધાયેલા આ ગુન્હાની તપાસ કરાતી હતી.
તે દરમિયાન ગુલાબનગર સામેના મોહનનગર આવાસના બિલ્ડીંગ નં.૧૦ અને રૃમ નં.૩૦૧માં રહેતા મૂળ ઉત્તર પ્રદેશના વતની અને કલરકામ કરતા ધર્મેન્દ્ર શિતલાપ્રસાદ ગુપ્તા નામના સગડ મળ્યા હતા. આ શખ્સે જ તે સ્ટંટ કર્યાની બાતમી એએસઆઈ વી.ડી. રાવલીયા, સુમિત શિયાર, મેહુલ વીસાણીને મળી હતી. જેના પગલે પોલીસે તેની શોધ શરૃ કરતા આ શખ્સ હાપા યાર્ડ પાસેથી મળી આવ્યો હતો. તેની અટકાયત કરી પોલીસે રૃા.૩૦ હજારનું મોટરસાયકલ પણ કબજે કરી લીધુ છે. આ શખ્સ સામે અગાઉ હત્યાનો એક ગુન્હો પણ નોંધાયેલો હોવાનું ખૂલ્યું છે. આ પ્રકારનો સ્ટંટ કરવાનો ધર્મેન્દ્રના શોખ તેને મોંઘો પડ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial