Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાંચી તા. ૩ઃ ઝારખંડના સીએમ હેમંત સોરેન વિરૃદ્ધ ઈડીની કાર્યવાહી હેઠળ નજીકના લોકોના સ્થળે દરોડા પાડવામાં આવ્યા છે, અને ડીસીથી માંડીને ડીએસપી સાણસામાં લેવાતા રાજકીય હલચલ તેજ બની છે.
ઝારખંડમાં ઈડી એ મુખ્યમંત્રી હેમંત સોરેનની નજીકના ઘણાં ઉદ્યોગપતિઓ સામે મોટી કાર્યવાહી કરી છે. કેન્દ્રિય તપાસ એજન્સી ઈડી દ્વારા ઝારખંડમાં ઘણી જગ્યાએ મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ તપાસ એજન્સી ઈડી વિનોદ કુમાર નામના આરોપી વિરૃદ્ધ પણ સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર વિનોદ કુમાર જેના ઠેકાણા પર ઈડીનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. તેમના રાંચીના રાજકીય ગલિયારાઓમાં ખૂબ જ મજબૂત જોડાણ છે. રાંચીના રતુ રોડ સ્થિત પિસ્કા મોડમાં રહેતા રોશન નામના આરોપીના ઘરે પણ ઈડી સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. રાતુ રોડ સ્થિત અભિષેક કુમાર પીન્ટુના ઘરે પણ ઈડી દરોડા પાડી રહી છે.
ઈડીના સૂત્રોનું માનીએ તો ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનના મીડિયા સલાહકાર પણ ઈડીની રડાર પર છે. મુખ્યમંત્રીના મીડિયા સલાહકાર પિન્ટુ ઉર્ફે અભિષેક પ્રસાદ ધરપકડનો સામનો કરી રહ્યા છે. ઝારખંડમાં ગેરકાયદે ખનન સાથે જોડાયેલા મામલામાં તપાસ એજન્સી ઈડીની એક ટીમ પણ સર્ચ ઓપરેશન હાથ ધરવા સાહેબગંજના ડેપ્યુટી કલેક્ટર પાસે પહોંચી છે. સાહેબગંજના ડેપ્યુટી કલેકટરનું નામ રામ નિવાસ છે. રામ નિવાસ મૂળ રાજસ્થાનનો છે. ઈડીની ટીમ સર્ચ ઓપરેશન માટે ઝારખંડના સાહેબગંજમાં કાર્યરત ડીએસપી રાજેન્દ્ર દુબેના સ્થળે પણ પહોંચી છે.
ડીએસપી રાજેન્દ્ર દુબે મૂળ હજારીબાગના રહેવાસી છે. તપાસ એજન્સી દ્વારા રાંચી, હજારીબાગ, ઝારખંડના દેવધર, રાજસ્થાનના જયપુર અને પશ્ચિમ બંગાળના કોલકાતામાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. ઝારખંડમાં ઈડીના દરોડામાં હેમંત સોરેનના મીડિયા સલાહકાર પિન્ટુ કુમાર, આઈએએસ અધિકારી અને સાહેબગંજના ડીસી રામનિવાસ યાદવ, જે મૂળ રાજસ્થનના છે. આર્કિટેક્ટ વિનોદ કુમાર, સાહેબગંજના ખોડાનીયા બુધંઓ, યામાવના પૂર્વ ધારાસભ્ય પપ્પુના રાંચી સ્થિત ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતાં.
દેવધરમાં ડીએસપી રાજેન્દ્ર દુબેના સ્થળો, હજારીબાગ અને ડીએસપી રાજેન્દ્ર દુબેના અન્ય સ્થળો, અભય સરોગીના કોલકાતાના સ્થળો અને અવધેશ કુમારના સ્થળો પર તપાસ ચાલુ છે. ઝારખંડમાં ગેરકાયદે ખનન સંબંધિત મની લોન્ડરીંગ કેસમાં તપાસ એજન્સી ઈડી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. તપાસ એજન્સી ઈડી દ્વારા એક ડઝનથી વધુ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. ઝારખંડમાં ચાલી રહેલા રાજકીય ઘટનાક્રમ વચ્ચે ઈડીની આ કાર્યવાહીને ઘણી મહત્ત્વની માનવામાં આવી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial