Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આવતીકાલે સવારે ૯ વાગ્યાથી
જામનગર તા. ૩ઃ રંગુનવાલા સાર્વજનિક ટ્રસ્ટ અને જિલ્લા અંધત્વ નિયંત્રણ સોસાયટી-જામનગર તથા રણછોડદાસ બાપુ આશ્રમ-રાજકોટના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક નેત્ર નિદાન અને સારવાર કેમ્પનું આયોજન તા. ૪/૧ ના સવારે ૯ વાગ્યે રંગુનવાલા હોસ્પિટલ, કાલાવડના નાકા પાસે, જામનગરમાં કરવામાં આવ્યું છે. કેમ્પમાં આવનાર દર્દીઓને તપાસીને દવા-ટીપાં આપવામાં આવશે. મોતિયાના ઓપરેશનની જરૃરિયાતવાળા દર્દીઓને રણછોડદાસ બાપુ આશ્રમ હોસ્પિટલ-રાજકોટ મોકલવામાં આવશે, જ્યાં દર્દીઓને આવવા-જવા, રહેવા-જમવા, દવા-ટીપાં, અને ચશ્મા નિઃશુલ્ક આપવામાં આવશે.
કેમ્પમાં આવનારે આધારકાર્ડની નકલ તથા મોબાઈલ નંબર સાથે રાખવાના રહેશે તેમ રંગુનવાલા સાર્વજનિક ટ્રસ્ટના મેનેજરે જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial