Advertisement
Author: નોબત સમાચાર

બાળકને રમાડવા લઈ ગયા પછી મૂકી દેવાયો રેઢોઃ

પોલીસે હાથ ધર્યું ઓપરેશન મુસ્કાનઃ

જામનગર તા. ૩ઃ જામનગરના મહાકાળી સર્કલ નજીક સ્મશાન ૫ાસેથી ગઈકાલે પ્રિન્સ નામનો ત્રણેક વર્ષનો એક બાળક રડતી હાલતમાં મળી આવ્યા પછી તે બાળકની માતાને શોધવા માટે પોલીસે જહેમત શરૃ કરી હતી. તેના અંતે માતા તથા પુત્રનો મિલાપ કરાવવામાં પોલીસને સફળતા મળી હતી.

જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારથી આગળ મહાકાળી સર્કલ નજીક સ્મશાન પાસે ગઈકાલે ત્રણેક વર્ષનું એક બાળક રડતી હાલતમાં ઉભુ હોવાની વિગત મળતા સિટી-સી ડિવિઝનના પીએસઆઈ આર.વી. રાઠોડ, હે.કો. એચ.એ. પરમાર, મયુરસિંહ જાડેજા દોડી ગયા હતા.

આ બાળકને સાંત્વના આપી પોલીસે નામ પૂછતા તે બાળકે પોતાનું નામ જણાવ્યું હતું. તેની વિગત પીઆઈ એ.આર. ચૌધરીને અપાયા પછી પ્રોબે. ડીવાયએસપી નયના ગોરડીયાને સાથે રાખી પોલીસે આ બાળકની માતાની શોધ શરૃ કરી હતી. જેમાં માતા હનુમાન ટેકરી વિસ્તારમાંથી મળી આવ્યા હતા. તે મહિલાએ પોતાના પુત્રને ઓળખી બતાવ્યો હતો અને તેને રમાડવા માટે મેહુલ હેમતભાઈ ગોહિલ (ઉ.વ.૧૯) લઈ ગયા પછી મેહુલના પિતા આવી જતાં તેણે આ બાળકને સ્મશાન પાસે રેઢો મૂકી દીધાનું ખૂલ્યું છે. બાળકની માતાએ આ બાબતે ફરિયાદ ન નોંધાવવાનું કહેતા તેણીને પુત્રનો કબજો સોંપી આપવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh