Advertisement
Author: નોબત સમાચાર

દરેડમાં દબાણ હટાવની કામગીરીમાં એક મહિલા સહિત ત્રણે કરી રૂકાવટ

કેબીનધારક યુવાને ઝેર પીધાનો મામલોઃ

જામનગર તા. ૩ઃ જામનગરના દરેડમાં રહેતા એક યુવાને ગઈકાલે પોલીસ તથા એક સરપંચના કહેવાતા ત્રાસથી કંટાળીને વિષપાન કર્યું હતું. તેના મચી ગયેલા ખળભળાટ વચ્ચે તલાટી મંત્રીએ દબાણ હટાવની કામગીરીમાં આ યુવાન તથા તેના પત્ની સહિત ત્રણે ફરજમાં રૃકાવટ કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે.

જામનગરના દરેડ વિસ્તારમાં બસ સ્ટેન્ડ પાસે હનુમાન મંદિર નજીક કાપડની કેબીન ચલાવતા ભાવિન ભાઈલાલ સોલંકી નામના વાળંદ યુવાને ગઈકાલે બપોરે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આ યુવાનને ૧૦૮ મારફતે સારવાર માટે જામ નગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

ત્યાં આ યુવાને પંચકોશી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને એક સરપંચ  ત્રાસ આપતા હોવાના કારણે પોતે દવા પી લીધાનું પત્રકારો સમક્ષ જણાવ્યું હતું. વધુમાં તેણે ઉમેર્યું હતું કે, તેની કેબીન ત્યાંથી ઉપડાવી લેવા માટે તજવીજ કરાઈ છે, જ્યારે ત્યાં જ આવેલા અન્ય દબાણો અંગે કાર્યવાહી કરાતી નથી. આ યુવાનના આક્ષેપથી ચર્ચા જાગી હતી. તે દરમિયાન ગઈકાલે સાંજે જામનગરના તલાટી કમ મંત્રી વૈશાલીબેન મનસુખભાઈ પાડાવદરાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ચેલા ગામમાં તલાટી કમ મંત્રીની ફરજ બજાવતા આ મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, ડીડીઓ અને ટીડીઓની સૂચનાથી ગઈકાલે બપોરે તેઓ દબાણ હટાવવા માટે ગયા ત્યારે પોતાની કેબીન ન ઉપાડવા માટે ભાવિન ભાઈલાલે કહ્યા પછી તેઓની ફરજમાં ભાવિન અને તેના પત્ની પૂર્ણાબેન તથા કિશન મઢવીએ રૃકાવટ કરી હતી. પોલીસે આઈપીસી ૧૮૬, ૧૧૪ હેઠળ ત્રણેય સામે ગુન્હો નોંધ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh