Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લેન્ડ ગ્રેબિંટ એક્ટ હેઠળ કરાઈ હતી ફરિયાદઃ
જામનગર તા. ૩ઃ જામનગરના પ્રતાપ વિલાસ પેલેસ પાસે આવેલા એક મકાનમાં કબજો જમાવી લેવાયો હોવાની ફરિયાદ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ થયા પછી પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. આ આરોપીએ જામીન મુક્ત થવા કરેલી અરજી અદાલતે ગ્રાહ્ય રાખી છે.
જામનગરના પ્રતાપ વિલાસ પેલેસ પાસે રાજ એસ્ટેટ નામની જગ્યામાં રાજકોટના પ્રકાશભાઈ મણીલાલ ચતવાણી નામના આસામીએ મકાન બનાવ્યા પછી તે મકાનનો કબજો હરેશ રસીકલાલ ચતવાણી પાસે હતો. તે મકાન ખાલી કરી આપવા માટે પ્રકાશભાઈએ ફોન કરતા હરેશભાઈએ મકાન ખાલી નહીં કરૃ તેમ કહી ગાળો ભાંડી હતી.
આ બાબતે પ્રકાશભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુન્હો નોંધી આરોપી હરેશ રસીકભાઈની ધરપકડ કરી હતી. આ આરોપીએ જામીનમુક્ત થવા અદાલતમાં અરજી કરતા અદાલતે તેને રૃા.૫૦ હજારના જામીન પર મુક્ત કરવા હુકમ કર્યાે છે. આરોપી તરફથી વકીલ નિમિષાબેન ત્રિવેદી તથા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ ના લીગલ આસી. સુરેશભાઈ ઢાપા અને સન્ની સતરોટીયા રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial