Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૩ઃ જામનગરના ફલ્લા પાસે પોણા બે વર્ષ પહેલાં એક મોટર ડિવાઈડર સાથે ટકરાઈને ગોથું મારી ગઈ હતી. તેમાં જઈ રહેલા કેટલાક વ્યક્તિને ઈજા થઈ હતી. પોલીસે મોટરના ચાલક સામે ગુન્હો નોંધ્યો હતો. તે કેસ ચાલી જતાં આરોપીનો છૂટકારો ફરમાવાયો છે. જામનગરના સ્વામી નારાયણનગરમાં રહેતા ગિરીશ સુરેશભાઈ ગોંડલીયા નામના વ્યક્તિ તથા તેમના પરિવારના વ્યક્તિઓ એક મોટર ભાડે કરીને બહારગામ જતા હતા ત્યારે ફલ્લા પાસે મોટરના ડ્રાઈવર ભાર્ગવ નવીનભાઈએ કાબુ ગૂમાવતા મોટર ડિવાઈડર સાથે ટકરાઈ પડીને પલ્ટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં ગિરીશભાઈ સહિતના વ્યક્તિઓને ઈજા થઈ હતી. અકસ્માત અંગે પોલીસે મોટરના ડ્રાઈવર ભાર્ગવ નવીનભાઈ સામે ગુન્હો નોંધ્યો હતો. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીના વકીલ અસરફ જુણેજા, નિલય ઠાકરની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીનો છૂટકારો કર્યાે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial