Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સોળ વર્ષ પહેલાંના ગુન્હામાં થયો હતો છૂટકારોઃ
જામનગર તા. ૩ઃ જામનગરમાંથી સોળ વર્ષ પહેલાં બોગસ પાસપોર્ટ ઝડપાયા હતા. તે ગુન્હામાં સંડોવાયેલા આરોપીઓનો અદાલતે છૂટકારો ફરમાવતા તે હુકમ સામે સરકાર પક્ષે સેશન્સ કોર્ટમાં અપીલ નોંધાવી હતી. તે અપીલ રદ્દ કરવામાં આવી છે.
જામનગરમાં વર્ષ ૨૦૦૭માં રાજકોટથી આરઆર સેલની ટીમે દરોડો પાડી એક શખ્સના ઘરમાંથી બનાવટી દસ્તાવેજો તથા પાસપોર્ટ કબજે કર્યા હતા. તે પછી આગળ વધેલી તપાસમાં દસ્તાવેજ બનાવવા બાબતે વકીલ જયેશ પાટલીયાએ સલાહ આપ્યાની વિગતો પ્રકાશમાં આવી હતી.
આ અંગેનો કેસ અદાલતમાં ચાલી જતાં તમામ આરોપીનો છૂટકારો ફરમાવાયો હતો. તે હુકમ સામે સરકાર પક્ષે સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી. તે અપીલ ચાલવા પર આવતા બચાવપક્ષે દલીલ કરી હતી કે, અપીલ માટે કોઈ ગ્રાઉન્ડ રજૂ કરવામાં આવ્યું નથી. બંને પક્ષ તરફથી રજૂ થયેલી દલીલો સાંભળ્યા પછી સેશન્સ કોર્ટે નીચેની કોર્ટનો હુકમ યથાવત રાખ્યો હતો. સરકારની અપીલ રદ્દ કરી છે. આરોપી તરફથી વકીલ અશ્વિન મકવાણા, નેહલ દેસાઈ અને નીખિલ પરમાર રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial