Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૫વનચક્કીથી લાલપુર બાયપાસ ચોકડી સુધીના
જામનગરમાં પવન ચક્કીથી લાલપુર બાયપાસ ચોકડી સુધીના માર્ગો ઉપરના દબાણો દૂર કરવાની નોટીસ આપવામાં આવી હતી. જેના અનુસંધાને આજે દબાણકારોએ સ્વેચ્છાએ પોતાના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. આવતીકાલથી હવે આ માર્ગ ઉપર દબાણ હટાવ ઝુંબેશ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવનાર છે. થોડા સમય પહેલા આ માર્ગને પણ ગૌરવ પથ જાહેર કરવાનો નિર્ણય લેવાયો હતો. આથી આ માર્ગ ઉપરના રેકડી, પથારા, કેબીન સહિતના અનેક દબાણો ખડકાઈ ગયા છે તેને જગ્યા ખાલી કરાવવાનું જણાવી દેવાયું છે. હવે આ માર્ગ સંપૂર્ણપણે દબાણ મુક્ત થયા પછી ગૌરવ પથ માટે સ્ટેન્ડીંગની મંજૂરી મળ્યા પછી રોડ બ્યુટિફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial