Advertisement
Author: નોબત સમાચાર

હાલના જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખના પી.એ. વાય.આર. કણસાગરાને ચાર્જશીટઃ તા. ૮ના સુનાવણી

તત્કાલીન તલાટી કમ મંત્રી તરીકે આચરેલા કથિત ભ્રષ્ટાચાર અંગે

જામનગર તા. ૩ ઃજામનગર જિલ્લા પંચાયત પ્રમુખના પીએ તરીકે તાજેતરમાં નિયુકત થયેલ વાય.આર. કણસાગરાને તેઓ જ્યારે લાલપુર તાલુકા પંચાયતમાં લાલપુરમાં તલાટી-કમ-મંત્રી તરીકે ફરજ બજાવતા હતા ત્યારે તેમના દ્વારા આચરવામાં આવેલ ગેરરીતિ-ભ્રષ્ટાચાર અંગે આરોપનામું પાઠવવામાં આવ્યું છે અને જે અંગેની સુનાવણી આગામી તા. ૮-૧-ર૪ ના દિને જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ કરવામાં આવનાર છે.

વાય.આર. કણસાગરાએ તલાટી-કમ-મંત્રી તરીકે સંસદ સભ્ય, ધારાસભ્ય તથા એટીવીટીની ગ્રાન્ટમાંથી આચરવામાં આવેલ ગેરરીતિના કામનો અહેવાલ આવી જતાં તેમાં જવાબદાર સામે કાર્યવાહી કરવા જણાવાયું છે. આથી વાય.આર. કણસાગરા, વિસ્તરણ અધિકારી (પંચાયત), તાલુકા પંચાયત, કાલાવડને તા. રપ-૧૦-ર૩ ના દિને તલાટી-કમ-મંત્રી તરીકેની ફરજ દરમ્યાન થયેલ ક્ષતિ બદલ આરોપનામું આપવામાં આવ્યું હતું. ત્યારપછી કણસાગરાએ તા. ૧-૧ર-ર૩ ના દિને બચાવનામું રજુ કર્યું હતું. ત્યારે હવે તેમને તા. ૮-૧-ર૪ ની સુનાવણીમાં આધારપૂરાવા સાથે રૃબરૃ હાજર થવા હુકમ કરવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વાય.આર. કણસાગરા વિરૃદ્ધ મનસુખભાઈ ફળદુ (લાલપુર)એ ગુજરાત હાઈકોર્ટમાં રીટ પીટીશન દાખલ કરી હતી. ત્યારપછી જિલ્લા કલેકટરે પ્રકરણમાં તપાસ કર્યા પછી તા. ર૩-૩-ર૦ ના હુકમ કર્યો હતો.આ ઉપરાંત કડવા પાટીદાર સમાજ, લાલપુર દ્વારા પણ ગુજરાત હાઈકોર્ટમાં સ્પેશ્યલ સિવિલ એપ્લીકેશન દાખલ કરી હતી.

આથી જામનગરના એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા જિલ્લા કલેકટરને તા. ર૭-૪-ર૧ ના પત્રથી જે કાંઈ તપાસ થઈ હોય તો તે તપાસનો અહેવાલ, કાર્યવાહી, હુકમની પ્રમાણિત નકલ એસીબીને મોકલી આપવા જણાવાયું હતું. કારણ કે એસીબી દ્વારા પણ તપાસ ચાલુ હોય આ અહેવાલ મદદરૃપ થઈ શકે. પણ જિલ્લા કલેકટર દ્વારા તા. ૩-૬-ર૧ સુધી કોઈ અહેવાલ એસીબીને નહીં મોકલાતા એસીબીએ ફરીથી માહિતી મોકલી આપવા જણાવ્યું હતું.

જિલ્લા કલેકટરના હુકમથી જિલ્લા વિકાસ અધિકારીએ સંપૂર્ણ તપાસ કરાવી જવાબદારોને દોષિત ઠરાવ્યા હતા અને ચાર્જશીટ આપ્યા પછી હવે તા.૮-૧ ના સુનાવણી થશે.

આ પ્રકરણના કારણે જિલ્લા પંચાયત વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. કથિત ભ્રષ્ટાચારી અધિકારીને સસ્પેન્ડ કરવાને બદલે કોની ભલામણથી પી.એ. તરીકે મુકાયા તે અંગે પણ ચર્ચા થઈ રહી છે. કોઈ રાજકીય મોટા માથાના પીઠબળથી કણસાગરાને નોકરીમાંથી રૃખસદ ન મળે તે માટે પી.એ. બનાવી દેવાયા હોવાનું જાણવા મળે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh