Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શાબાશ... ભૂપેન્દ્રભાઈ... તંત્રોને ટપાર્યા તો ખરા પણ હવે...?
જામનગર તા. ૩ઃ ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરના મહાત્મા ગાંધી મંદિરમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન જ 'ગાંધી' સ્ટાઈલમાં જે તંત્રોને જે રીતે ટપાર્યા તે જોતા એમ જણાય છે કે, તંત્રોમાં ચાલતી લોલંલોલથી તેઓ પૂરેપૂરા માહિતગાર છે.
ખાસ કરીને રાજ્યમાં જુદા જુદા શહેરોમાં ભૂગર્ભ ગટર, પાણી પુરવઠાની પાઈપલાઈનો, અંડરગ્રાઉન્ડ કેબલ્સ, માર્ગ-મકાન વગેરે કામો માટે વારંવાર સડકો તોડીને નવી બનાવવામાં આવે, તે યોગ્ય નહીં હોવાની ટકોર કરીને મુખ્યમંત્રીએ કદાચ શહેરોના સ્થાનિક સ્તરે ચાલતા સંભવિત કૌભાંડનો પણ પર્દાફાશ કરી નાખ્યો હોય, તેમ જણાય છે. લોકોના પ્રત્યાઘાતો તો એવા છે કે, આ રીતે જુદા જુદા સમયે જુદા જુદા કામો માટે વારંવાર સડકો-પાકા માર્ગો તોડવા અને પુનનિર્માણ-મરામતની આ પદ્ધતિ તંત્રો વચ્ચે સંકલનનો અભાવ જ માત્ર નથી, પરંતુ આ રીતે ગોરખધંધા ચાલતા જરહે તે પ્રકારનો કૌભાંડિયો ક્રિમિયો પણ હઈ શકે છે. મુખ્યમંત્રીએ આ તમામ પ્રકારના કામો સંકલિત કરીને થોડું મોડું થાય તો પણ શુણવના સાથે તમામ કામો સંપન્ન કરવાની જરૃર જણાવી છે. તે ટકોર જ ઘણું બધું કહી જાય છે, જો કે મુખ્યમંત્રીએ રમૂજના હળવા અંદાજમાં ટકોરો કરી હતી, પરંતુ તે ઘણી જ ગંભીર હતી, અને સામાન્ય જનતાની વેદનાને વાચા આપનારી પણ હતી.
મુખ્યમંત્રીએ 'કોઈને તકલીફ હોય તો કહી દ્યો, નહીંતર એકસન નહીંતર એક્સન તો લેવાશે જ' તેવા જે શબ્દપ્રયોગો કર્યા તે તંત્રો માટે તાકીદ હતી, તો સ્થાનિક નેતાગણ માટે પણ વોર્નિંગ જ હતી તેમ લાગે છે. મુખ્યમંત્રીએ જિલ્લા કક્ષાએ ધારાસભ્યો પાલિકા-મહાપાલિકાઓના પારદર્શક વહીવટમાં બિનજરૃરી હસ્તક્ષેપ ન કરે, તેવી જે હળવી ટકોર કરી તે પણ ઘણું ઘણું કહી જાય છે. આ અંગે મુખ્યમંત્રીની પ્રશંસા થઈ રહી છે.
જો કે, વિપક્ષી વર્તુળોમાં પણ એવી ગુસપુસ થઈ રહી છે કે આ તમામ હળવી ટકોરો વિપક્ષો દ્વારા રજૂઆતો, આવેદનો અને સરકારી બેઠકોમાં ઊઠાવાય, ત્યારે તો કોઈ જવાબ દેતું નથી, પરંતુ હવે ખુદ મુખ્યમંત્રીના મૂખેથી આ ટકોરો સાંભળીને તકલાદી તંત્રો અને હરખપદુડા અને સ્થાપિત હિતો બની ગયેલા પરિબળોનું અસ્તિત્વ પૂરવાર થયું છે. શું આ સીએમના અંતરનો આવાજ છે કે ઈલેક્શન ઈફેક્ટ છે? રામ જાણે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial