Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હાલાર જિલ્લા માજી સૈનિક મંડળ આકરાપાણીએ
જામનગર તા. ૩ઃ જામનગરની સરકારી હોસ્પિટલમાં માજી સૈનિક સાથે મહિલા ડોક્ટરે અભદ્ર વ્યવહાર કરી તેનું અપમાન કર્યુ છે. આથી માજી સૈનિકની માફી માંગવામાં આવે તેવી માંગણી સાથે હાલાર જિલ્લા માજી સૈનિક મંડળ, જામનગર દ્વારા મેડિકલ કોલેજમાં ડીનને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. તે ઉ૫રાંત પોલીસ તથા હોસ્પિટલના તબીબી અધિક્ષકને પણ આ મહિલા તબીબ વિરૃદ્ધ રજૂઆત કરતું આવેદન આપવામાં આવ્યું છે.
જામનગરની જી.જી. હોસ્પિટલમાં ગયા મંગળવારે બનેલા આ બનાવમાં સર્જીકલ વિભાગના એક મહિલા તબીબ અને હોસ્પિટલમાં મુકવામાં આવેલી સિક્યુરિટી ગાર્ડ વચ્ચે વાહન રાખવા મુદ્દે બોલાચાલી થયા પછી ફડાકા વાળી થયાનું બહાર આવ્યું હતું. તે પછી આ મહિલા તબીબે સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા માજી સૈનિક ગીરધરભાઈ બાવનજીભાઈ પરમારને ગાળો ભાંડી તેઓને લાફા ઝીંકી દીધાનું અને આ વેળાએ ગીરધરભાઈના ચશ્મા તથા મોબાઈલ પડી ગયાનું ખૂલ્યું હતું.
આ મુદ્દે ગઈકાલે હાલાર જિલ્લા માજી સૈનિક મંડળના પ્રમુખ ભરતસિંહ જાડેજાની આગેવાનીમાં માજી સૈનિકોએ મેડિકલ કોલેજમાં ડીનને તેમજ હોસ્પિટલના તબીબી અધિક્ષક તેમજ પોલીસને આવેદનપત્ર પાઠવ્યું છે.
આવેદનમાં રજૂઆત અને માંગણી કરાઈ છે કે, જી.જી. હોસ્પિટલમાં માજી સૈનિકો નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યાં છે, છતાં હોસ્પિટલમાં ફરજ બજાવતા માજી સૈનિકો સાથે અવારનવાર ગેરવર્તણૂંક કરવામાં આવે છે. એક ડોક્ટરને અને ખાસ કરીને મહિલા ડોક્ટરને આવું વર્તન શોભાસ્પદ નથી. પૈસા અને પદના અભિમાનના કારણે આવું વર્તન થયું છે. જે કદાપી સાંખી લેવાશે નહીં. આ મહિલા ડોક્ટર સામે કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ, માજી સૈનિકોની ઈજ્જત આવડતી ન હોય, તેવાને પાઠ ભણાવવા જોઈએ.
એક પૂર્વ સૈનિકને નોકર સમજવાની ભૂલ કરવામાં આવી છે. આથી સૈનિકોની માફી માંગવાની પણ માગણી કરવામાં આવી છે. આ પ્રકરણમાં મેડિકલ કોલેજના ડીન ડો. નંદિની દેસાઈ સમક્ષ આ મામલો પહોંચ્યો છે. જયાં બંને પક્ષોની રજૂઆતો અને આ મામલા પાછળ રહેલા સત્યની ખરાઈ કરાયા પછી આગામી દિવસોમાં પગલાં ભરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial