Advertisement
Author: નોબત સમાચાર

અકસ્માતમાં મોટરને થયેલી નુકસાની ન ચૂકવનાર વીમા કંપની સામે ફોરમમાં ધા

નવી મોટર લીધા પછી એક મહિનામાં જ થયો અકસ્માતઃ

જામનગર તા. ૩ઃ જામનગરના એક આસામીએ નવી મોટર ખરીદતી વેળાએ વીમો મેળવ્યો હતો. તે વીમો મેળવ્યાના એક મહિના પછી મોટરને અકસ્માત નડતા તેનું વળતર ચૂકવવાનો વીમા કંપનીએ ઈન્કાર કરતા કંપની સામે ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરિયાદ કરાઈ છે.

જામનગરના ૫રબતભાઈ દાનાભાઈ ચાવડા નામના આસામીએ ગઈ તા.૧૬-૧૧-૨૨ના દિને હ્યુન્ડાઈ કંપનીની ક્રેટા મોટર ખરીદી હતી. તેનો વીમો આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઈન્સ. કંપનીએ મેળવ્યો હતો.

તે મોટર એક મહિના પછી કલ્યાણપુરના વીરપર પાસેથી જતી હતી ત્યારે આગળના વાહને અચાનક બ્રેક મારતા ક્રેટા પણ થંભી હતી અને ત્યારે જ પાછળથી બીજા વાહને ટક્કર મારી હતી. ક્રેટામાં રૃા.૬૪,૬૫૪નું નુકસાન થયું હતું. તે ખર્ચ કર્યા પછી પરબતભાઈએ ક્લેઈમ કર્યાે હતો અને વીમા કંપનીએ ક્લેઈમ નામંજૂર કર્યાે હતો. આથી વીમા કંપની સામે પરબતભાઈએ જામનગર જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરિયાદ નોંધાવી છે. વીમા કંપનીના પ્રતિનિધિને હાજર થવા હુકમ કરાયો છે. ફરિયાદી તરફથી વકીલ ભાર્ગવ મહેતા રોકાયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh