Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શું તંત્ર અકસ્માતની રાહ જૂએ છે...?
જામનગરમાં એક તરફ હાલાર હાઉસથી સાત રસ્તા સુધી ફલાય ઓવરનું કામ ચાલે છે, ત્યારે તેની સાથે અંબર ચોકડી પાસે કેનાલનું કામ મોટાપાયે ઉપાડવામાં આવતા અંબર ચોકડીથી ગુરૂદ્વારા ચોકડી તરફના માર્ગ ઉપર અતિ વ્યસ્ત ટ્રાફિક રહે છે. તેમાં રસ્તાની સાઈડોમાં પતરાં ખોડવામાં આવ્યા છે. અવરજવર માટે ખૂબ જ સાંકડા માર્ગ ઉપરથી પસાર થવું પડે છે. ટુ-વ્હીલરો, રીક્ષા, સહિતના નાના વાહનો શોર્ટ કટ માટે સેન્ટર પોઈન્ટ પાછળની શેરીમાંથી અંબર હોટલ સુધી નિકળે છે. બરાબર આ જ સ્થળે અર્થાત સેન્ટર પોઈન્ટના ખુણા પાસે ખૂબ જ ઉંડો મોટો ખાડો છે. આ જોખમી ખાડો કેનાલનો ભાગ છે. તસ્વીરમાં જ તેની અત્યંત ગંભીર સ્થિતિ જોવા મળે છે. વાહનોવાળાને ટર્ન લઈને આ ખાડા પાસેથી નીકળવું પડે છે ત્યારે ગમે ત્યારે વાહન ચાલક વાહન આ ઉંડા ખાડામાં ગબડી પડે તેવું જોખમ રહે છે. જામનગરના જાગૃત નાગરિક ભૌતિક જોશી આ અંગે પ્રતિભાવ આપતા જણાવે છે કે મહાનગરપાલિકા તંત્રને આવડો મોટો ખાડો દેખાતો નથી. તે તો ગજબ કહેવાય.... અંબર ચોકડી પાસે જમ્બો સાધનોથી મસમોટા ખાડા કરવા-પુરવાની કામગીરી કરતા તંત્રએ તાકિદે આ ગોઝારો ખાડો પુરી વ્યવસ્થિત કરવાની તાતી જરૃર છે... કે પછી કોઈ અકસ્માત થાય પછી જ કામ થશે ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial