Advertisement
Author: નોબત સમાચાર

આત્મનિર્ભર ગુજરાત પોલિસીનો લાભ

જામનગર જિલ્લાના ઉદ્યોગકારોને મળશે

જામનગર તા. ૩ઃ મદદનીશ ઉદ્યોગ કેન્દ્ર જામનગરની યાદીમાં જામનગર જિલ્લાના ઉદ્યોગકારો માટે જણાવાયું છે કે, ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણવિભાગ દ્વારા એમ.એસ.એમ.ઈ. એકમો માટે આત્મનિર્ભર ગુજરાત પોલિસી અમલમાં મૂકાયેલ છે, જે અન્વયે પોલિસીમાં સામેલ યોજનાને લગત પરિપત્રો, ગાઈડલાઈન, અરજીફોર્મ ચેકલીસ્ટ તેમજ જરૃરી ફોરમેટના નિયત નમૂના વેબસાઈટ પર મૂકવામાં આવેલ છે. જામનગર જિલ્લાના જે ઉદ્યોગકારો સદર પોલિસી અંતર્ગત યોજનાનો લાભ લેવા માંગતા હોય, તેઓએ યોજનાને લગત નિયત નમૂના મુજબનું અરજીફોર્મ ભરી ચેકલીસ્ટ મુજબની વિગતો સાથે યોજનાને લગત સમયમર્યાદામાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, બીજો માળ, જિલ્લા સેવા સદન ૩, લાલબંગલો કમ્પાઉન્ડ, જામનગરમાં મોકલી આપવાનું રહેશે જેની સર્વે ઉદ્યોગકારોએ નોંધ લેવી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh