Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સેબીની તપાસને ક્લિનચીટઃ બાકીના બે કેસોની તપાસ ૩ મહિનામાં પૂરી કરવા આદેશઃ
નવી દિલ્હી તા. ૩ઃ અદાણી હિંડનબર્ગ કેસમાં એસ.આઈ.ટી. તપાસનો ઈનકાર કરતા સુપ્રિમ કોર્ટે એબીબી તપાસને યોગ્ય ઠરાવી. બાકીના બે કેસોમાં ત્રણ મહિનામાં તપાસ કરવા આદેશ આપ્યો છે. બીજી તરફ અદાણી ગ્રુપના શેરોમાં ઉછાળો આવ્યો છે.
અદાણી-હિન્ડનબર્ગ કેસમાં સુપ્રિમ કોર્ટે ચૂકાદો આપી દીધો છે. એસઈબીઆઈની તપાસને યોગ્ય ગણાવતા દખલનો ઈનકાર કરી દીધો હતો. ૩ જજોની બેન્ચે આ મામલે ચૂકાદો આપ્યો હતો. સુપ્રિમ કોર્ટે કહ્યું કે, એસઈબીઆઈ એ રર આરોપોની તપાસ કરી હતી. બાકી રે કેસની તપાસ માટે અમે ૩ મહિનાનો સમય આપીએ છીએ. આ સાથે સુપ્રિમ કોર્ટે આ મામલે તપાસને એસઈબીઆઈથી છીનવી લઈને એસઆઈટીને સોંપવાનો પણ ઈનકાર કરી દેતા કહ્યું કે તેનો કોઈ આધાર જ નથી.
આ સાથે સરકાર અને સેબીને સુપ્રિમ કોર્ટે સલાહ આપી હતી કે તેઓ નિષ્ણાત કમિટી દ્વારા આપવામાં આવેલા સૂચનો પર ધ્યાન આપે. તપાસને ટ્રાન્સફર કરવાની જરૃર નથી. તપાસ સેબી જ કરશે. સેબીની તપાસ પર અમને શંકા નથી. સ્ટોક માર્કેટમાં નિયમો નક્કી કરવાનું કામ સેબીનું છે.
હિન્ડેનબર્ગના આરોપો પછી અદાણી સામેના ફ્રોડના કેસમાં ચીફ જસ્ટિસ ઈન્ડિયા ડી.વાય. ચંદ્રચુડ, જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે આ મામલે સુનાવણી હાથ ધરી હતી. ગત્ વર્ષે નવેમ્બરે બેન્ચે આ મામલે ચૂકાદો અનામત રાખ્યો હતો. અદાણી ગ્રુપ પર આરોપ લાગ્યો હતો કે તે અદાણી ગ્રુપે તેના શેરની કિંમતોમાં ગરબડ કરી હતી અને હિન્ડબર્ગ રિસર્ચ ફર્મના ખુલાસા પછી તેની શેરની કિંમતો આશરે ૮૦ ટકા સુધી ગગડી ગઈ હતી. અદાણીએ આ તમામ આરોપો ફગાવી દીધા હતાં.
સુપ્રિમ કોર્ટ ચૂકાદો આપે તે પહેલા શેરબજારમાં અદાણી ગ્રુપના શેરોની કિંમતમાં મોટો વધારો જોવા મળ્યો હતો. જે ચૂકાદા પછી વધુ ઉછળ્યો હતો. મોટાભાગના શેરોની કિંમતમાં પ ટકાનો જમ્પ જોવા મળ્યો હતો. અદાણી એન્ટરપ્રાઈઝ અને અદાણી પોર્ટની કિંમતમાં પણ મોટો વધારો દેખાયો હતો.
આ કેસમાં કોર્ટે ર૪ નવેમ્બરે પોતાનો ચૂકાદો અનામત રાખતા કહ્યું હતું કે, તેની પાસે સ્ટોક માર્કેટ રેગ્યુલેટર સેબીને બદનામ કરવાનું કોઈ કારણ નથી. જેણે અદાણી જુથ સામેના આરોપોની તપાસ કરી હતી. આ ઉપરાંત કોર્ટે કહ્યું હતું કે, માર્કેટ રેગ્યુલેટર સેબીએ શું કર્યું છે તે અંગે શંકા કરવા માટે તેની સમક્ષ કોઈ સામગ્રી નથી.
મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે સેબીના રેગ્યુલેટરી ફ્રેમવર્કમાં પ્રવેશવાની કોર્ટની સત્તા મર્યાદિત છે. કોર્ટે કહ્યું કે, સેબીએ રર માંથી ર૦ કેસમાં તપાસ પૂર્ણ કરી છે. સોલિસિટર જનરલના આશ્વાસનને ધ્યાનમાં રાખીને અમે સેબીને અન્ય બે કેસમાં ૩ મહિનામાં તપાસ પૂર્ણ કરવા નિર્દેશ આપીએ છીએ. સુપ્રિમ કોર્ટે કહ્યું કે, ઓસીસીપીઆર રિપોર્ટને સેબીની તપાસ પર શંકાના રૃપમાં ન જોઈ શકાય.
કોર્ટના આ નિર્ણય પછી અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ કહ્યું, 'કોર્ટનો નિર્ણય દર્શાવે છેકે સત્યની જીત થઈ છે. સત્યમેવ જયતે, જેઓ અમારી સાથે ઊભા રહ્યા તેમનો હું આભારી છું. ભારતની વિકાસ ગાથામાં અમારૃ યોગદાન ચાલુ રહેશે, જય હિન્દ'.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial