Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં હાડકાના દર્દીઓ માટે તા. ૭ જાન્યુઆરીએ નિઃશુલ્ક નિદાન

ગુલાબકુંવરબા આયુર્વેદ સોસાયટી દ્વારા

જામનગર તા.   ૩ઃ સેલ્બી મલ્ટી સ્પેશીયલીટી હોસ્પિટલ અમદાવાદ અને લાયન્સ કલબ ઓફ જામનગર ઈસ્ટ અને શ્રી ગુલાબકુંવરબા આયુ. સોસાયટીના સહયોગથી હાડકાના દર્દીઓ માટે નિઃશુલ્ક નિદાન કેમ્પ આગામી તા. ૭-૧-ર૪ ના યોજવામાં આવ્યો છે.

આ કેમ્પમાં શેલ્બી હોસ્પિટલના નિષ્ણાત ડો. વિક્રમ શાહની ટીમના ડો. અજીત ગોહિલ (સીની. એસોસિએટસ) ઓથો પ્લાસ્ટી, ડો. રવિ ઢોલરીયા (સીની. ઓર્થો સર્જન), ડો. નિતિન રાઉત (ઓર્થો. સર્જન) ડો. શિલકુમાર બાલી (સ્પાઈન સર્જન), ડો. જીગ્નેશ બક્ષી (ફિઝીયોથેરાપીસ્ટ), ડો. જય સાતા (ફિઝીયો.) અને ડો. હિરલ સાતા (ફિઝીયો.) દ્વારા સેવા આપવામાં આવશે.

શ્રી ગુલાબકુંવરબા આયુર્વેદ. ના પ્રમુખ આર.કે. શાહ, લાયન્સ કલબ (ઈસ્ટ) ના પ્રમુખ ધીરજભાઈ ગોંડલીયા અને સેક્રેટરી હરીશભાઈ ભાટુના સહયોગથી આ કેમ્પ યોજવામાં આવશે.

રજીસ્ટ્રેશન માટે મનુભાઈ ભાનુશાળી (૭૩૮૩૬ ૦૩૮૩૮) અમરજીતસિંઘ અહલુવાલીયા (૯૩ર૭૧ ૬૧૪૯૦) અને કીર્તિભાઈ ડી. ફોફરીયા (૯૮ર૪ર ૪પ૭૦૮)નો સંપર્ક કરવાનો રહેશે. દર્દીઓએ જુના રિપોર્ટ, એકસ-રે વગેરે હોય તો સાથે લાવવાના રહેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh