Advertisement
Author: નોબત સમાચાર

અંતે... જામનગર-બિલાસપુર સાપ્તાહિક ટ્રેનને ઓખા સુધી લંબાવવામાં આવી

ડીઆરયુસીસી મેમ્બર ચંદુભાઈ બારાઈની રજૂઆત અને સંસદસભ્ય પૂનમબેન માડમના પ્રયાસોને સફળતા

દ્વારકા તા. ૩ઃ જામનગર-બિલાસપુર વચ્ચે દોડતી સાપ્તાહિક ટ્રેનને અંતે ઓખા સુધી લંબાવવામાં આવી છે. આ ટ્રેન દર મંગળવારે ઓખા આવશે અને શનિવારે બિલાસપુર જવા રવાના થશે.

આ અંગે જાણવા મળતી વિગતો પ્રમાણે જામનગર સુધી આ ટ્રેન આવી ગયા પછી આખી ખાલી ટ્રેન ઓખા જતી હતી અને ત્યાંથી જયપુરની ટ્રીપ કરી ઓખાથી જામનગર સુધી ખાલી પાછી ફરતી હતી. તેથી દ્વારકાના ડીઆરયુસીસીના મેમ્બર ચંદુભાઈ બારાઈએ તેમજ ઓખાના દિપકભાઈ રવાણી, જામનગરના પંડ્યા, જેડીસીયુના મેમ્બર પાર્થભાઈએ અવારનવાર રજૂઆતો કરી હતી. ધર્મેન્દ્રભાઈ મોટલાએ પણ આવેદનપત્ર આપ્યું હતું.

અંતે આ રજૂઆતો તથા સંસદસભ્ય પૂનમબેન માડમના પ્રયાસોને સફળતા મળી છે. હવે આ ટ્રેન જામનગર-બિલાસપુરના બદલે ઓખા-બિલાસપુર વચ્ચે દોડશે.

ત્રણ રાજ્યો ગુજરાત, મહારાષ્ટ્ર અને છત્તીસગઢને આવરી લેતી આ ટ્રેન સુરતથી મહારાષ્ટ્ર અને છત્તીસગઢ સુધી પહોંચશે.

આ ટ્રેનથી ભારતના ૮૪ બેઠકમાંના ચંપારણ બેઠકજી જવા માટે રાયપુર સ્ટેશનથી આ બેઠકજી જવા માટે વૈષ્ણવ સંપ્રદાયને વધુ સરળતા રહેશે. અત્રે એ નોંધનીય છે કે કુલ ૮૪ બેઠકમાંના સાત બેઠકજી સૌથી વધુ હાલાર વિસ્તારમાં આવેલ છે. આ ઉપરાંત આ ટ્રેન આરએસએસના મુખ્ય મથક નાગપુર વિગેરે જગ્યાથી પસાર થનાર હોય, જેથી તીર્થક્ષેત્રો અને કોર્પોરેટ તથા આમ પ્રવાસીઓ માટે વધુ સાનુકૂળ રહેશે.

ત્રણ રાજ્યોને જોડતી આ ટ્રેન દ્વારકા, બેટદ્વારકા, નાગેશ્વર જ્યોતિર્લિંગ અને સોમનાથ સહિતના ક્ષેત્રોમાં આવવા માટે ખૂબ જ ઉપયોગી રહેશે. આ ઉપરાંત ત્રણ રાજ્યોના કોર્પોરેટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ટાટા કેમિકલ્સ, નયારા રિફાઈનરી, આરએસપીએલ કંપની વિગેરે હાલારની કંપનીના મુસાફરોને અવરજવર માટે વધુ એક ટ્રેનની સુવિધા મળી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh