Advertisement
Author: નોબત સમાચાર

ગુલાબનગરમાં પારકી જમીનમાં દબાણ કરી લેનાર મહિલા તથા તેના પુત્રો સામે ફોજદારી

રાજકોટના વૃદ્ધે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ નોંધાવી ફરિયાદઃ

જામનગર તા. ૨૫: રાજકોટના એક આસામીએ જામનગરના ગુલાબનગરમાં એક જમીન ભાગીદારીમાં ૨૧ વર્ષ પહેલાં ખરીદ્યા પછી તેમાં બાંધકામ કરવા તજવીજ કરતા એક મહિલા અને તેના પુત્રોએ બાંધકામ ન કરવા દઈ દબાણ સર્જતા આ આસામીએ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

રાજકોટના મોટા મવા રોડ પર માધવ રેસીડેન્સીમાં રહેતા મનસુખભાઈ બાવલજીભાઈ માકાસણા (ઉ.વ.૬૭) નામના વૃદ્ધે જામનગરમાં વસવાટ કરતા નંદુબેન વિરજીભાઈ પરમાર તથા તેમના પુત્રો સામે કલેકટર સમક્ષ લેન્ડ ગ્રેબિંગ કરવા અંગે અરજી કરી હતી. તે અરજીની તપાસ લેન્ડ ગ્રેબિંગ સમિતિએ શરૂ કર્યા પછી તેમાં તથ્ય જણાઈ આવતા પોલીસ ફરિયાદ કરવા માટે આ વૃદ્ધને સૂચના અપાઈ હતી.

તે સૂચના અન્વયે ગઈકાલે મનસુખભાઈએ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નંદુબેન વિરજીભાઈ પરમાર તથા તેમના પુત્રો સામે વિધિવત ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ ગુલાબનગર વિસ્તારમાં સિટી સરવે નં.૨૭૬૯માં સીટ નં.૧૯૭માં આવેલી ૫૨૦.૯૪ ચો.મી.વાળી જગ્યા મનસુખ ભાઈએ વર્ષ ૨૦૦૩માં વિમલાકુમારીબા કેશરીસિંહ જાડેજા પાસેથી ખરીદી હતી તેમાં નિકુળ ગઢવી તેમની સાથે ભાગીદારીમાં હતા.

તે પછી આ જમીનમાં બાંધકામ કરવા માટે વર્ષ ૨૦૦૫માં મંજૂરી મેળવાઈ હતી. મંજૂરી મળી જતાં નંદુબેન તથા તેમના પુત્રોએ ત્યાં બાંધકામ કરવાની ના પાડી દઈ ઝઘડો કર્યા પછી પ્લોટમાં આવવાની પણ ના પાડી દીધી હતી અને ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તે પછી નંદુબેન અને તેમના સંબંધીઓએ આ પ્લોટમાં ત્રણ કાચી ઓરડી તથા કેટલુક પાકુ બાંધકામ કરવા ઉપરાંત સંડાસ-બાથરૂમ પણ બનાવી લીધા હતા. તેથી મનસુખભાઈએ અરજી કરી હતી. પોલીસે લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ગુન્હો નોંધ્યા પછી સિટી ડીવાયએસપી જે.એન. ઝાલાએ આરોપીઓની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh