Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શહેરની દુકાનોમાં કોટપા-ર૦૦૩નું ચેકીંગઃ
લાલપુર તા. રપઃ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એચ.એસ.ભાયા અને એપેડેમિક મેડિકલ ઓફિસર ડો. એસ.આર. રાઠોડના માર્ગદર્શન હેઠળ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડો. ડી.પી. પરમારના મોનીટરીંગમાં લાલપુર શહેરની દુકાનોમાં કોટપા-ર૦૦૩ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. કલમ ૪ જાહેર સ્થળોએ ધ્રુમપાન પર પ્રતિબંધ પર ૦પ કેસ કરવામાં આવેલ, તેમજ કલમ ૬ (અ) ૧૮ વર્ષથી નીચેની વયની વ્યક્તિઓને તમાકુ કે તમાકુની બનાવટ વેચવા, આપવા પર પ્રતિબંધ મુજબ ૦૩ કેસ તથા કલમ ૬(બ) શૈક્ષણિક સંસ્થાઓની ૧૦૦ વારના વિસ્તારમાં તમાકુ કે તમાકુની બનાવટોનું વેચાણ કરવા પર પ્રતિબંધ મુજબ ૦ર કેસ મળી કુલ ૧૦ કેસ કરાયા હતાં.
જેમાં રૂપિયા ર૦૦૦ દંડ વસુલ કરાયો હતો. લાલપુર તાલુકાના તાલુકા સુપરવાઈઝર એન.આર. પરમાર, જિલ્લા સાઈકોલોજિસ્ટ નઝમાબેન હાલા, સોશિયલ વર્કર ગૌતમ સોંદરવા, એમ.પી.એચ.ડબલ્યુ ડી.એમ. વરીયા અને જય ડી. અંકલેશ્વરીયા તેમજ લાલપુર પોલીસ સ્ટેશનમાંથી કોન્સ્ટેબલ નયનાબેન એમ. કરંગીયા અને અરજણ એમ. ચાવડા જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial