Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મહત્તમ તાપમાન ૩૬ ડીગ્રીઃ ગરમી વધી

છેલ્લા બે દિવસમાં તાપમાન બે ડીગ્રી વધ્યું:

જામનગર તા. રપઃ જામનગમાં છેલ્લા બે દિવસમાં મહત્તમ તાપમનનો પારો બે ડીગ્રી સુધી ઊંચકાયને ૩૬ ડીગ્રીએ પહોંચી જતા ગરમીમાં પણ વધારો થયો હતો. ભેજનું પ્રમાણ પણ વધીને ૯ર ટકાએ રહેતા બફારો અનુભવાયો હતો.

જામનગરમાં ધીમે ધીમે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા બે દિવસમાં મહત્તમ તાપમાનનો પારો બે ડીગ્રી ઊંચકાયને ૩૬ ડીગ્રીએ પહોંચી ગયો હતો તેમજ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને ૯ર ટકા રહ્યું હતું. મહત્તમ તાપમાન તથા ભેજના પ્રમાણમાં થયેલા વધારાના પગલે આકરા તાપ તથા બફારામાં વધારો થતા પ્રજાજનોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

જામનગરમાં શુક્રવારે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન લઘુતમ તાપમાન ૧.પ ડીગ્રી ઘટીને ર૩ ડીગ્રી નોંધાયું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૧૦ થી ૧પ કિ.મી.ની રહેવા પામી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh