Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શાળા-કોલેજો બંધઃ ૧૦ લાખ લોકોનું સ્થળાંતરઃ ટ્રેનો રદ્: વૃક્ષો ધરાશાયીઃ ભારે વરસાદ
ભૂવનેશ્વર તા. રપઃ દાના ચ્કરવાત ઓડિશા પછી પ. બંગાળમાં પ્રવેશ્યું છે અને ઘણાં સ્થળે તબાહી મચાવી છે. ૧ર૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાતા વૃક્ષો ધરાશાયી થયા છે. પરિવહન અને જનજીવનને માઠી અસર પહોંચી છે.
બંગાળની ખાડીમાંથી ઉદ્ભવેલું ચક્રવાતી તોફાન ગઈકાલે મોડી રાત્રે ઓડિશાના દરિયાકાંઠે ત્રાટક્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દાના વાવાઝોડાનું લેન્ડફોલ હજુ પણ ચાલુ છે. ઓડિશાના ધામરા અને ભીતરકણિકા નજીકથી વાવાઝોડું ૧ર૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પસાર થયું હતું. વાવાઝોડને કારણે ઓડિશા અને બંગાળના ઘણાં વિસ્તારોમાં જોરદાર વાવાઝોડા સાથે વરસાદ પડી રહ્યો છે.
ઓડિશાના ધામરામાં ભારે પવનને કારણે અનેક જગ્યાએ વૃક્ષો પડી ગયાના અહેવાલ છે. જેને કારણે રોડ-રસ્તા બંધ થઈ જતા હાલ વૃક્ષોને હટાવી દેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. તોફાનને લઈને ઓડિશા અને બંગાળમાં એનડીઆરએફની ઘણી ટીમો એલર્ટ પર છે. ભૂવનેશ્વર અને કોલકાતા એરપોર્ટ સવારે ૯ વાગ્યા સુધી બંધ કરી દેવામાં આવ્યા હતાં, જો કે હાલમાં ફ્લાઈટ સેવા શરૂ થઈ ગઈ છે.
ઓડિશામાં ધામરા અને ભીતરકણિકા નજીક લેન્ડફોલ કર્યા પછી ચક્રવાતી તોફાન હવે પશ્ચિમબંગાળના પૂર્વ મેદિનીપુરના જુના દિધા બીચ પર પહોંચી ગયું છે.
ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માંઝીએ બંગાળની ખાડીમાં ચક્રવાત દાના રાજ્યના દરિયાકાંઠે ત્રાટકે તે પહેલા ભૂવનેશ્વરમાં રાજ્યના કટોકટી નિયંત્રણ કક્ષામાંથી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે કહ્યું કે રાજ્યના મંત્રીઓ અને અધિકારીઓ જમીની સ્તરે સ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યા છે અને તમામ વ્યવસ્થા સુનિશ્ચિત કરી રહ્યા છે.
ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ચક્રવાત દાનાની સંભવિત અસરને ધ્યાનમાં રાખીને તંત્રો દોડાદોડી કરી રહ્યા છે. શાળાઓ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓને શુક્રવારે બંધ રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ઝારખંડના કેટલાક ભાગોમાં શૈક્ષણિક સંસ્થાઓને પણ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ઓડિશામાં ચક્રવાત દાના પછી જાનમાલના નુક્સાનને રોકવા માટે સાવચેતીના પગલાં તરીકે અત્યાર સુધીમાં લગભગ પ.૮૪ લાખ લોકોને ખસેડવામાં આવ્યા છે, જ્યારે પશ્ચિમ બંગાળમાં નિચાણવાળા વિસ્તારોમાંથી સ્થળાંતર માટે ૩.પ લાખથી વધુ લોકોને સાવચેત કરાયા છેે.
ચક્રવાતી તોફાન 'દાના'એ ઓડિશાના બંસડામાં ભારે તબાહી મચાવી છે. આ સાથે જ ભદ્રકના કામરિયામાં ભાર પવન અને ભારે વરસાદે હાહાકાર મચાવ્યો હતો. ચક્રવાત 'દાના'ના કારણે ભારે પવન અને ભારે વરસાદને કારણે ધામરામાં વૃક્ષો પડી ગયા હતાં.
દાનાના ખતરાને ધ્યાનમાં રાખીને એનડીઆરએફ, એસડીઆરએફ અને કોસ્ટ ગાર્ડને તૈનાત કરવામાં આવ્યા છે. ચક્રવાતી વાવાઝોડાને કારણે રેલ અને હવાઈ સેવાઓ પણ પ્રભાવિત થઈ છે. પ૦૦ થી વધુ ટ્રેનો રદ્ કરવામાં આવી છે, જ્યારે ઓડિશા અને બંગાળમાં ૧૬ કલાક માટે ફ્લાઈટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જો કે બન્ને જગ્યાએથી ફ્લાઈટ ફરી શરૂ થઈ ગઈ છે.
ચક્રવાતની સૌથી વધુ અસર પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુરમાં જોવા મળી રહી છે અને દિઘા જેવા સ્થળોએ ભારે વરસાદ થયો છે. તૂટેલી વીજ લાઈનોને કારણે ઘણી સેવાઓ ઠપ થઈ ગઈ હતી. અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા હતાં. અધિકારીઓ એલર્ટ પર છે અને સવારે અધિકારીઓ પવન અને ભારે વરસાદથી થયેલા નુક્સાનનું આંકલન કરવાનું શરૂ કરશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial