Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની એક શાળા અંગે વિવાદ પછી તપાસના આદેશ થવાની શક્યતા

જિલ્લા શિક્ષણાધિકારીને પણ મળશે તપાસની સૂચનાઃ

જામનગર તા. રપઃ જામનગરના કૃષ્ણનગર મેઈન રોડ પર આવેલી સર્વોદય સોસાયટીમાં રહેણાંકના હેતુ માટે થયેલી બિનખેતી જમીન પર શરતભંગ કરી તેનો હેતુફેર ઉપયોગ થતો હોવાની એક અરજદારે કરેલી અરજી અન્વયે સિટી સરવે સુપ્રિ.એ શરતભંગ તથા હેતુફેર અંગે ચકાસણી માટે સૂચના આપી છે. તે ઉપરાંત જિલ્લા શિક્ષણાધિકારી ને પણ તે શાળાના પાર્કિંગ સહિતની બાબતોની તપાસ માટે આદેશ અપાનાર છે તેમ જાણવા મળી રહ્યું છે.

જામનગરના કૃષ્ણનગર મેઈન રોડ પર આવેલી બ્રાહ્મણ બોર્ડિંગ નજીકની સર્વોદય સોસાયટીમાં પ્લોટ નં.૧૨ સિટી સર્વેના શીટ નં.૩૪૩માં સી.સ.નં. ૫૨૦૦ની ૪૪૩.૫૩ ચોરસ મીટર ક્ષેત્રફળવાળી જગ્યા પ્રભાબેન બાબુલાલ પાદરીયા, લલીત બાબુલાલ પાદરીયાના નામે નોંધાયેલી છે.

તે જગ્યા અંગે એક અરજદારે સિટી સરવે સુપ્રિ. સમક્ષ રજૂઆત કરી તે જમીન અંગે શરતભંગ કરવામાં આવ્યો હોવાની વિગતો આપતા સિટી સરવે સુપ્રિ. કચેરીએ આ જગ્યાનો ઉપયોગ શૈક્ષણિક હેતુ માટે કરાયો છે કે કેમ અને તેના હુકમની શરત નં.૧નો ભંગ થઈ રહ્યો છે કે કેમ? તેની વિગતો ચકાસવા શહેરના પ્રાંત અધિકારીને સૂચના આપી છે.

વધુમાં જાણવા મળ્યા મુજબ તે શાળા અંગે જિલ્લા શિક્ષણાધિકારીને પણ પાર્કિંગ સહિતની બાબતો ચકાસવા માટે સૂચના એકાદ-બે દિવસમાં તંત્ર દ્વારા આપવામાં આવનાર હોવાનું માહિતગાર સૂત્રોએ જણાવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh