Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અતિવૃષ્ટીના કારણે ફટાકડાનું ઉત્પાદન ઓછું થતાં ૧૦ થી ૧પ ટકાનો ભાવ વધારોઃ
સૌરાષ્ટ્રનું પેરીસ ગણાતા જામનગર શહેરમાં દરેક તહેવારો ધામ-ધૂમથી ઉજવાય છે ત્યારે શ્રાવણ મહિનાથી શરૂ થતાં તહેવારોનું વિશેષ મહત્ત્વ હોય છે. દિપાવલીના તહેવારોને હવે જુજ દિવસો રહ્યા છે ત્યારે જામનગરની ફટાકડા બજારમાં પણ ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે. આમ તો દશેરાએ રાવણ દહન થયા પછી જ ફટાકડાની ખરીદી થવા લાગે છે. આ વખતે સમગ્ર દેશમાં અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિ હોવાના કારણે ફટાકડાના પ્રોડકશનને વધુ અસર પહોંચી છે. જેના કારણે આ વખતે ફટાકડાની કિંમતમાં પણ ૧૦ થી ૧પ ટકા જેટલો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. મુન્નાભાઈ નાગોરીના જણાવ્યા પ્રમાણે આ વખતે સરકારની ગાઈડ લાઈન પ્રમાણે ફાયર એનઓસીની સખત અમલવારી કરવામાં આવી રહી છે. જામનગર શહેરની વાત કરીએ તો અંદાજીત ર૦૦ જેટલા કાયદેસરના સ્ટોલ-દુકાનોને ફટાકડા વહેંચાણ માટે મંજુરી આપવામાં આવી છે. દર વર્ષે ફટાકડાઓમાં અવનવી વેરાયટીઓ આવતી જ રહે છે. જેમાં બાળકોમાં ખાસ તો પોપોપ હોટ ફેવરીટ રહે છે. યુવાનોમાં ખાસ તો અલગ-અલગ પ્રકારના આકાશી શોટ જેમાં પ૦ શોટ થી ર૦૦ શોટના રંગબેરંગી ફટાકડાઓની પણ વધુ માંગ રહે છે. ફુલઝર, ઝાળ, જમીનચકરી, લવીગીંયા, સર, સુતળી બોમ્બની ડીમાન્ડ હજુ યથાસ્થાને જ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial