Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આઈશ્રી સોનલ ર્માં શૈક્ષણિક એન્ડ સામા. ચેરી. ટ્રસ્ટ દ્વારા
જામનગર તા. ર૫: આઈશ્રી સોનલમાં શૈક્ષણિક એન્ડ સામાજિક ચેરીટેબલ ટ્રસ્ટ- જામનગર દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી સોનલ નવરાત્રિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. નવરાત્રિ દરમ્યાન ચારણ સમાજની નાની બાળાઓએ ત્રિશુલ રાસ તેમજ તાળી રાસો તેમજ સમાજના યુવાનોએ મણીયારો તેમજ અન્ય રાસ સાથે નવ દિવસ સુધી માતાજીની આરાધના કરી હતી. પ્રાચીન રાસ નિહાળીને લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતાં. નાઘેડી, સરમત, લાખાબાવળ, દરેડ, હાપા, હરીપર તેમજ જામનગરના અનેક વિસ્તારોમાંથી આ કાર્યક્રમ નિહાળવા માટે લોકો આવ્યા હતાં.
શ્રેષ્ઠીઓમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદ પૂનમબેન માડમ, જામનગરના ધારાસભ્યો રિવાબા જાડેજા અને દિવ્યેશભાઈ અકબરી, જામનગરના ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે. કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, જામનગર શહેર ભાજપાના પ્રમુખ વિમલભાઈ કગથરા, સ્ટે. કમિટીના પૂર્વ ચેરમેન અને કોર્પોરેટર મનિષભાઈ કટારીયા, ભાજપાના મહામંત્રી મેરામણભાઈ ભાટુ, પૂર્વ ડે. મેયર અને કોર્પોરેટર ગોપાલભાઈ સોરઠીયા, કોર્પોરેટર લાભુબેન બંધીયા, પ્રભાબેન ગોરેચા, અરવિંદભાઈ સભાયા, જેન્તીભાઈ, ભાજપના પૂર્વ પ્રમુખો હસમુખભાઈ હિંડોચા, નિલેશભાઈ ઉદાણી, તેમજ પી.ડી. રાયજાદા, દિનેશ ભદ્રા, પ્રવિણસિંહ જાડેજા, રસીક પઠાણ, હેમતભાઈ પાંભર તથા વિગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.
જામનગર ચારણ સમાજ દ્વારા ૩પ વર્ષથી પરંપરાગત રીતે નવરાત્રિ પર્વની ઉજવણી કરવામાં આવે છે. રાણાભાઈ ગઢવી, મહેશભાઈ ગઢવી, ભોજાભાઈ ગઢવી, માણશુરભાઈ ગઢવી, મેઘરાજ ગઢવી સહિત અનેક કલકારોએ નવ દિવસ દરમિયાન ગરબા સાથે દુહા-છંદની રમઝટ બોલાવી હતી. નવરાત્રિને સફળ બનાવવા ચારણ સમાજના યુવાનોએ જહેમત ઉઠાવી હતી. તેમ આઈ શ્રી સોનલમાં શૈક્ષણિક એન્ડ સામાજિક ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ દેવીદાનભાઈ ગઢવી દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial