Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની સરકારી પોલિટેકનિકના વિદ્યાર્થીઓએ રોબોટનું મોડલ તૈયાર કરીને મેળવ્યું ૫૦ હજારનું ઈનામ

રાષ્ટ્રીય કક્ષાની રોબોટિક્સ સ્પર્ધાના પ્રથમ રાઉન્ડમાં

જામનગર તા. ૨૫: સરકારી પોલિટેકનિક જામનગરમાં ઈ.સી. એન્જિનિયરીંગ વિભાગના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય કક્ષાની ગૌરવવંતી રોબોટિકસ સ્પર્ધા ગુજરાત રોબોફેસ્ટ ૪.૦ (ઈન્ડિયાની સૌથી મોટી રોબોટીક્સ સ્પર્ધા)ના પ્રથમ રાઉન્ડ 'આઈડેશન સ્ટેઈજ-૧' માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી પોતાની સંસ્થાને ગૌરવ અપાવ્યું છે. આ ટીમ સ્પર્ધાના આગળના રાઉન્ડમાં જવા માટે પસંદગી પામેલ છે અને સાથે સાથે તેમને આ નવીન રોબોટિક પ્રોજેક્ટ માટે ૫૦,૦૦૦ રૂપિયાનું રોકડ ઈનામ પણ મળેલ છે.

આ ટીમમાં સામેલ ઈ.સી. વિભાગના વિદ્યાર્થીઓ સંજીવ કશ્યપ (ટીમ લીડર), કુશાંત કુંભારાણા, જીગર ભેડા અને યશ મહેતાએ સખત મહેનત કરી ટીમના મેટર ઈ.સી વિભાગના વડા આશુતોષ ભટ્ટના માર્ગદર્શન હેઠળ એક તદ્દન નવીન પ્રકાર હાથના કાંડા અને આંગળિઓના હલન ચલનથી સંચાલન કરી શકાય જેવા જેસ્ચર-કન્ટ્રોલ્ડ રોબોટિક આર્મ વિથ ઓમ્નિડિરેકશન મૂવિંગ બેઝ રોબોટનું એક મોડેલ તૈયાર કરેલ છે. આ પ્રકારના રોબોટનો ઉપયોગ ઈંડસ્ટ્રિમાં, મોટા ગોડાઉનમાં વસ્તુઓની હેરફેર માટે તેમજ બિજે અન્ય જગ્યાઓએ મોટા પ્રમાણમાં થાય છે. આ રોબોટની લાક્ષણિકતા અને કાર્યક્ષમતા એ ન્યાયાધીશોને પ્રભાવિત કર્યા છે.

વિદ્યાર્થીઓ હવે આગામી તબક્કા 'પ્રૂફ ઓફ કન્સેપ્ટ રાઉન્ડ માટે તૈયારી કરી રહ્યા છે, જે ર૭ ઓકટોબર ર૦ર૪ ના સાયન્સ સિટી, અમદાવાદમાં યોજાશે. આ રાઉન્ડ તેમના રોબોટિક સોલ્યુશનની વ્યવહારિકતા અને અસરકારકતાનું વધુ પરીક્ષણ કરશે. ત્યારબાદ આગામી તબક્કામાં આ રોબોટનું ૩'ટ૨.૫ટ૩.૫ નું સમ્પૂર્ણ રીતે કાર્ય કરતું મોડેલ તૈયાર કરવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh