Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અંબર ચોકડી પાસે એક્ટિવાને બાઈકની ટક્કરઃ
જામનગર તા. ૨૫: જામનગર-કાલાવડ રોડ પર પસાયા ગામ પાસે ગઈકાલે સાંજે બે મોટર ટકરાઈ પડતા જામનગરના એક યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. પુરપાટ મોટર ચલાવનાર શખ્સ સામે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. અંબર સર્કલ પાસે ગયા શુક્રવારે એક્ટિવા પાછળ બાઈક ટકરાઈ પડતા બાળકીને ઈજા થઈ છે.
જામનગર-કાલાવડ ધોરી માર્ગ પર આવેલા પસાયા ગામના પાટિયા પાસે ગઈકાલે સાંજે જીજે-૧૦-ડીઆર ૭૭૦૫ નંબરની ટાટા સફારી તથા જીજે-૩૭-બી ૯૯૯૪ નંબરની મારૂતી સીયાઝ મોટર ધડાકાભેર અથડાઈ પડી હતી.
આ અકસ્માતમાં સીયાઝ મોટરમાં આગળની સીટમાં બેસેલા કેવલભાઈ ઉમેશભાઈ મુંજારીયા નામના યુવાનનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું છે. પુરપાટ ઝડપે મોટર ચલાવી અકસ્માત સર્જનાર ૭૭૦૫ નંબરની મોટરનો ચાલક મોટર મૂકીને નાસી ગયો છે. તેની સામે જામનગરના કારખાનેદાર નીખિલ શ્યામ સિંગે પંચકોશી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગરના લાલવાડી વિસ્તારમાં સુકૃત રેસીડેન્સીમાં રહેતા રોશનીબેન આશિષભાઈ અનડકટ નામના મહિલા ગયા શુક્રવારે સવારે સાડા દસેક વાગ્યે અંબર સર્કલ પાસેથી પોતાની ચાર વર્ષની પુત્રીને જીજે-૧૦-સીએ ૪૧૦૧ નંબરના એક્ટિવા સ્કૂટરમાં શાળાએથી લઈને ઘેર જતા હતા ત્યારે પાછળથી એક બાઈક ટકરાઈ પડતા સ્કૂટરમાં આગળ બેસેલી બાળકી રોડ પર પડી ગઈ હતી. ઈજા પામેલી બાળકીને સારવારમાં ખસેડાઈ છે. અકસ્માત વેળાએ બાઈક ચાલકે રોશનીબેનને મોબાઈલ નંબર આપ્યા હતા. તે નંબર વાળા બાઈકચાલક સામે સિટી બી ડિવિઝનમાં ફરિયાદ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial