Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧૦૨૯ રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરી સેવા કાર્ય
જામનગર તા. રપઃ રાજકોટ નાગરિક સહકારી બેંકના ૭રમા સ્થાપના દિન નિમિત્તે રાજકોટના હેડ ઓફિસ, પરાબજાર શાખા તેમજ પડધરી, જામનગર, ગાંધીધામ, ભૂજ, મોરબી, વાંકાનેર, હળવદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, વડોદરા, સુરત, નાગપુર, જસદણ, ભાવનગર, ધોરાજી, જેતપુર, ઉપલેટા તથા જુનાગઢ શાખાઓમાં રક્તદાન કેમ્પો યોજાયા હતાં.
આ મહા રક્તદાન કેમ્પમાં વિક્રમજનક ૧૦૨૯ રક્તદાતાઓએ રક્તદાન કરી માનવ સેવાના યજ્ઞમાં સહયોગ આપ્યો હતો. આ તકે બેંકના કાર્યકારી ચેરમેન જીમ્મીભાઈ દક્ષીણીએ જણાવ્યું હતું કે, 'આ વર્ષે બેંકનો ૭રમો સ્થાપના દિન હતો એટલે અમારી લાગણી હતી કે ૭ર૦ બોટલ રક્ત એકઠું થાય. સહુના સહિયારા પુરૂષાર્થ અને પરિવારજનોના અપાર પ્રેમને કારણે દરેક શાખાઓએ સાથે મળી ૧,૦ર૯ રક્તદાતાઓએ બેંકની આ મહારક્તદાન શિબિરમાં રક્તદાન કરેલ છે. બેંકે આ કાર્ય થકી સામાજિક ઉત્તરદાયિત્વનું શ્રેષ્ઠ ઉદાહરણ ૫ૂરૃં પાડ્યું છે. એકઠું થયેલું રક્ત રાજકોટની સિવિલ હોસ્પિટલ અને બહારગામની સિવિલ હોસ્પિટલો તથા જરૂરિયાતમંદ બ્લડ બેંકોને આપવામાં આવેલ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial