Advertisement
Author: નોબત સમાચાર

દિવાળીના તહેવારોમાં તકેદાર રહેવા તંત્રની તાકીદઃ જાહેર જનતાને અપીલ

રોકડ, દાગીના, કિંમતી સામાન સાચવો...

જામનગર તા. રપઃ જામનગર જિલ્લા પોલીસ તંત્ર દિવાળીના તહેવારો દરમિયાન સુરક્ષાને લઈને જાહેર જનતા જોગ સંદેશો પાઠવે છે. દિવાળીના તહેવારો દરમ્યાન કેટલીક સાવધાની રાખવા નાગરિકોને અપીલ કરી છે.

તહેવારોને લઈને તંત્ર લોકોને સાવચેત કરતા જણાવ્યું છે કે આગામી દિવાળી વેકેશન દરમ્યાન નોકરિયાત વર્ગોને વતનમાં જતા પહેલા પોતાના ઘરમાં રાખેલ કિંમતી સોના-ચાંદીના દાગીના, રોકડ રૂપિયા બેંકમાં-લોકરમાં રાખવા કે કોઈ સુરક્ષીત જગ્યાએ રાખ્યા બાદ જ વતનમાં જવું, તેમજ તમારા વિશ્વાસુ પાડોશી અથવા સગા-સંબંધીઓને જાણ કરવી તેમજ શકય હોય તો સીસીટીવી કેમેરા-ચોકીદાર રાખવા.

દિવાળીના તહેદારો દરમ્યાન પ્રવાસે જતી વખતે ઘરમાં રાખેલ કિંમતી સોના-ચાંદીના દાગીના તથા રોકડ રૂપિયા બેંકમાં કે અન્ય કોઈ સુરક્ષીત જગ્યાએ રાખીને જ જવું. દિવાળી તહેવારો દરમ્યાન ફેકટરી વિસ્તારોમાં રજાનો માહોલ હોય, જેથી ફેકટરીની ઓફિસમાં કોઈ રોકડ રકમ કે અન્ય કિંમતી સામાન રાખવો નહીં. તેમજ સિક્યુરીટી ગાર્ડ તથા સીસીટીવી કેમેરાની ખાસ ખાતરી કરી લેવી.

રોડ પરથી પસાર થતી વખતે કોઈ અજાણી વ્યક્તિ તમારૂ વાહન ઉભું રાખવાનો ઈશારો કરે અથવા ગાડીમાં હવા ઓછી છે, કે ઓઈલ લીક થાય છે, તેવું કહીને ધ્યાન ભટકાવવાની કોશિશ કરે તો ખાસ એલર્ટ રહેવું. બેંક, જવેલરી શોપ કે આંગડીયા પેઢીમાં જતી વખતે અને પાછા ફરતી વખતે ખાસ ધ્યાન રાખો કે તમારો કોઈ પીછો કરતું ન હોય, અને જો કોઈ બાબત શંકાસ્પદ લાગે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરો. સીસીટીવી ચાલુ હાલતમાં રહે તેની તકેદારી રાખો અને ડીવીઆર હિડન રાખવું, આઈ કોલ્ડ કે સેમસંગ કોલ્ડમાં બેકઅપ રાખવું, જેથી ડીવીઆરને કંઈ થાય તો ફુટેજ મળી શકે. જવેલર્સ શો રૂમના માલિક કે સંચાલકે સોનાના ઘરેણા, હીરા કે પૈસા કે કોઈપણ જોખમ ક્રોસ વેરીફાય કર્યા વગર કોઈપણ માણસને આપવું કે મોકલાવું નહીં. સંદેશના અંતે જણાવ્યું છે કે સાવધાન રહો, સુરક્ષિત રહો જામનગર જિલ્લા પોલીસ આપની સાથે જ અને આપના માટે જ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh