Advertisement
Author: નોબત સમાચાર

કલ્યાણપુરના માલેતા ગામના આસામીની ચેક પરતની રાવમાં એક વર્ષની કેદસજા

અન્ય એક વેપારીને પણ ચેક પરતના કેસમાં સજાઃ

જામનગર તા. ૨૫: કલ્યાણપુરના માલેતા ગામના એક આસામીએ જામનગરના વેપારી સામે કરેલી ચેક પરતની ફરિયાદમાં અદાલતે એક વર્ષની કેદ અને એક લાખનો દંડ ફટકાર્યાે છે. જ્યારે ઉધાર મોબાઈલ ખરીદનાર નગરના વેપારીને પણ એક વર્ષની કેદ અને રૂ.૯૫,૩૯૭નો દંડ ભરવા આદેશ કરાયો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના માલેતા ગામમાં રહેતા દિગુભા ગજુભા જાડેજા પાસેથી જામનગરના વેપારી ઈકબાલભાઈ ઈસ્માઈલ બ્લોચે સંબંધદાવે હાથઉછીના રૂ.૧ લાખ લીધા હતા. તે રકમની પરત ચૂકવણી માટે ઈકબાલભાઈએ ચેક આપ્યો હતો. તે ચેક પરત ફરતા નોટીસ અપાઈ હતી. તેમ છતાં રકમ પરત ન કરાતા દિગુભા જાડેજાએ કોર્ટમાં ઈકબાલ બ્લોચ સામે ધી નેગો. ઈન્સ્ટ્રુ. એક્ટની કલમ ૧૩૫ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.

તે કેસ ચાલી જતાં અદાલત્ે આરોપી ઈકબાલ બ્લોચને એક વર્ષની કેદની સજા અને રૂ.૧ લાખનો દંડ ફટકાર્યાે છે. દંડની રકમ ન ભરવામાં આવે તો વધુ છ મહિનાની કેદની સજાનો હુકમ કરાયો છે. આ કેસમાં ફરિયાદી તરફે વકીલ સી.એચ. ઠાકર તથા બિમલસિંહ ડી. ઝાલા રોકાયા હતા.

જામનગરમાં પુરબ કોર્પોરેશન નામની પેઢીના એલએલપી પાર્ટનર ધર્મેશ જયંતીલાલ રાયચુરા પાસેથી શિવ એન્ટરપ્રાઈઝવાળા જીજ્ઞેશ સંતોકીએ અલગ અલગ મોબાઈલ ખરીદી તેની રકમ ચૂકવવા માટે રૂ.૯૫,૩૯૭નો ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી પરત ફર્યાની ધર્મેશભાઈએ અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસમાં આરોપી હાજર થયા ન હતા અને પુરાવા વખતે પણ તેઓ કે તેમના વકીલ હાજર ન હતા. અદાલતે આરોપીને તકસીરવાન ઠરાવી એક વર્ષની કેદની સજા અને ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે. દંડ ભરવામાં ન આવે તો વધુ છ મહિનાની કેદની સજાનો હુકમ થયો છે. ફરિયાદી તરફથી વકીલ વસંત ગોરી, દીપક નાનાણી, નેહલ સંચાણીયા રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh